Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

પોતાના જીજાજી અને અભિનેતા આયુષ શર્મા સ્‍ટારર ફિલ્‍મ ‘અંતિમઃ ધ ફાઇનલ યુથ'ના શુટીંગમાં પોતાની ભાણી સાથે ડાન્‍સનો સલમાન ખાનનો વીડિયો વાયરલ

નવી દિલ્હી: બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન હાલમાં તેના જીજા અને અભિનેતા આયુષ શર્મા સ્ટારર ફિલ્મ 'અંતિમ- ધ ફાઇનલ ટ્રુથ'નું શૂટિંગ કરી રહ્યા છે. સમાચાર છે કે ફિલ્મનું શૂટિંગ ફેબ્રુઆરી સુધીમાં સમાપ્ત થઈ જશે. આ ફિલ્મના નિર્દેશક મહેશ માંજરેકર છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન સલમાન ખાનનો તેની ભાણી આયત સાથે મસ્તી કરતો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આયાતની સાથે સલમાને કર્યો ક્યૂટ ડાન્સ

તેને સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં મામુ અને ભાણી ખૂબ જ સુંદર જગ્યાએ ઉભા છે. આ સાથે સલમાન ખાને આયતને હાથમાં ઉઠાવી છે અને ભાણીનો હાથ પકડી ડાન્સ કરતા નજરે પડે છે. આ વીડિયોમાં અર્પિતાએ ક કેપ્શનમાં લખ્યું છે, 'અનકન્ડીશનલ લવ' અને સલમાન ખાનને ટેગ કર્યાં છે. આ વીડિયોની બેકગ્રાઉન્ડમાં ફિલ્મ 'બજરંગી ભાઈજાન' નું ગીત 'આશિયાના મેરા' ચાલી રહ્યું છે, જેમાં બંને ઝૂમતા જોવા મળે છે. વીડિયોમાં તે બંને ખૂબ જ ક્યૂટ દેખાઈ રહ્યા છે અને મામા ભાણીનો પ્રેમ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

આયુષ શર્માની સાથે શુટિંગ કરી રહ્યો છે સલમાન

સમાચારો અનુસાર સલમાન ખાન, આયુષ શર્મા અને મહેશ માંજરેકર છેલ્લા કેટલાક દિવસોથી સતત પંચગનીમાં શૂટિંગ કરી રહ્યાં છે. સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરીના અંતમાં મુંબઇમાં જ પૂરૂ કરવામાં આવશે અને ફેબ્રુઆરીમાં ફિલ્મને પૂર્ણ કરી દેવામાં આવશે.

ટૂંક સમયમાં શરૂ કશે ટાઈગર 3 નું શૂટિંગ

અભિનેતા આયુષ શર્માની સાથે ફિલ્મ કર્યા બાદ ભાઈજાન ટાઈગર 3નું શૂટિંગ શરૂ કરશે. યશરાજ બેરનમાં બની રહેલી ટાઈગર 3 બોલીવુડની સૌથી મોટી એક્શન એન્ટરટેનર હશે. જાણકારી અનુસાર, આ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી અને કૂલેસ્ટ એક્શન ફિલ્મ હશે. સલમાન ખાને ટાઈગર 3 ના મેકર્સને સારી તારીખો આપી છે, જેથી ટાઈગર 3 નું શૂટિંગ પ્લાનિંગ અનુસાર થઈ શકે. યશરાજ બેનર માર્ચથી લઇને સપ્ટેમ્બર સુધી ટાઈગર 3 નું શૂટિંગ કરશે.

(4:43 pm IST)
  • અમદાવાદમાં પણ સવારે ધુમ્મસભર્યું વાતાવરણઃ અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે ઉપર વાહન ચાલકોને લાઇટો ચાલુ રાખવાની ફરજ પડી : રાજકોટઃ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી સવારે ઝાળકવર્ષા જોવા મળે છે. દરમિયાન આવે વ્હેલી સવારે અમદાવાદમાં ગાઢ ધુમ્મસ જોવા મળેલ તો અમદાવાદ એકસપ્રેસ હાઇવે ઉપર ધુમ્મસના પગલે વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડયો હતો. લાઇટો ચાલુ રાખી ધીમી સ્પીડે કાર ચાલકો વાહન ચલાવતા જોવા મળ્યા હતા. access_time 11:33 am IST

  • મે મહિનામાં યોજાશે કોગ્રેસ અધ્યક્ષની ચૂંટણી : સીડબલ્યુસીની બેઠકમાં લેવાયો નિર્ણય access_time 12:14 pm IST

  • અક્ષયકુમારે જાહેર કર્યો 'બચ્ચન પાંડે'નો લુકઃ ર૬ જાન્યુઆરી ર૦રર માં રીલીઝ થશે access_time 3:16 pm IST