Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

કમલ હસન અને નાગાર્જુન દ્વારા રજુ કરાશે ફિલ્મ ૮૩ નું તમિલ અને તેલુગુ વર્ઝન

કમલ હસન અને નાર્ગાજુન ભારતીય ઇન્ડસ્ટ્રીઝનું બહુઆયામી વ્યકિતત્વઃ જયાં ઇચ્છા છે ત્યાં એક રસ્તો પણ છે

કમલ હસનની રાજકમલ ફિલ્મસ ઇન્ટરનેશનલ અને અકિકનેની નાર્ગાજુનના અન્નપૂર્ણા સ્ટુડીયોએ  રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ સાથે મળી લિયક છે અને  હવે બહુપ્રતિક્ષિત ફિલ્મ ૮૩ નુ તમિલ અને તેલુગુ વર્ઝન  રજુ કરવા માટે તૈયાર છે.

કમલ હસન અને  નાર્ગાજુન બન્ને ભારતીય ઇન્ડસ્ટ્રીઝનું પ્રસિદ્ધ અને બહુઆયામી વ્યકિતત્વ અને કિવદંતી છે એમનુ પ્રોડકશન અને વિતરણ કંપનીઓ દ્વારા લોન્ચ થયેલ ફિલ્મમો હંમેશા વિશેષ અને પ્રશંસિત રહી છે.

કમલ હસનએ ફિલ્મ ૮૩ નો હિસ્સો બનવાની ખુશી જાહેર કરતા કહ્યું હુ ૮૩ નું તમિલ વર્ઝન રજુ કરવા માટે બેહદ ઉત્સાહિત છું ફિલ્મને પ્રમોટ કરવી ગર્વની વાત છે જેમાં પ્રતિષ્ઠિત મેચની ક્ષણોને રિક્રિએટ કરવામા આવ્યું છે. આટલૂ઼ નહિ ભારતીય ટીમની જીત દરેક ભારતીયને પ્રદર્શીત કરે છે કે જયાં ઇચ્છા છે ત્યાં એક રસ્તો પણ છે જે અસંભવ માનવામાં આવતુ હતુ તે વિશુદ્ધરુપથી વિશ્વાસ અને દ્રઢ વિશ્વાસને કારણે સંભવ થયુ.

અને સત્ય જીવનના બધા ક્ષેત્રોમાં લાગૂ થાય છે. એક એવી ફિલ્મને પ્રમોટ કરવા  માટે ગર્વની વાત છે. જે રીતનો દ્રઢ વિશ્વાસ અને ઇચ્છાના સાક્ષી છે મને પોતાના લોકોની સામે કપિલદેવની કપ્તાનીના નેતૃત્વવાળી પ્રેરક ટીમની  કહાની રજુ કરવાની ખુશી છે.

(9:45 pm IST)