Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

અજય દેવગણ એકવાર ફરી જોવા મળશે શહીદ ભગત સિંહના રોલમાં: રાજમૌલીની ફિલ્મ 'RRR'

મુંબઈ: દક્ષિણ ભારતીય ફિલ્મ નિર્માતા રાજામૌલી ફિલ્મ આરઆરઆર બનાવી રહ્યા છે. ફિલ્મ 400 કરોડના મોટા બજેટમાં બનાવવામાં આવી રહી છે અને 10 ભાષાઓમાં રિલીઝ થશે.કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ પર આધારિત છે. ચર્ચા છે કે ફિલ્મમાં અજય દેવગન 'ભગતસિંહ' ની ભૂમિકામાં જોવા મળશે અને તેમનું પાત્ર ફિલ્મમાં ખૂબ મહત્વનું છે.ફિલ્મમાં, તે ભગતસિંહની ભૂમિકામાં બ્રિટીશ શાસન સામે બળવો કરવા સ્વાતંત્ર સેનાની કોમારામ ભીમ અને અલુરી સીતારામ રાજુને પ્રેરણા આપશે.ફિલ્મમાં સાઉથના મેગાસ્ટાર રામ ચરણ અલુરી સીતારામ રાજુની ભૂમિકા નિભાવી રહ્યા છે. તે સમયે, જુનિયર એનટીઆર કોમારામ ભીમની ભૂમિકા ભજવે છે. આલિયા ભટ્ટ ફિલ્મમાં રામ ચરણ સાથે રોમાંસ કરતી જોવા મળશે.

(5:11 pm IST)