Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

શાહરૂખ ખાનના મન્નત બંગલામાં રૂમ ભાડે જોઇતો હોય તો... જવાબથી સોશ્યલ મીડિયામાં ભારે ધમાલ

મુંબઇ: શાહરૂખ ખાનનું કેરિયર ભલે ડામાડોળ ચાલી રહ્યું હોય પરંતુ તેમછતાં તેમની તેમની ખ્યાતિમાં કોઇપણ પ્રકારનો ઘટાડો આવ્યો નથી. આજે પણ ફેન્સ શાહરૂખ ખાનને એટલો જ પ્રેમ કરે છે જેટલો પહેલા કરતા હતા. એટલા માટે જ શાહરૂખને બોલીવુડના કહેવામાં આવે છે. શાહરૂખ ખાનની ફેન ફોલોઇંગનો જોરદાર નજારો તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર જોવા મળ્યો. જેને જોયા બાદ શાહરૂખ ખાનએ એ વાતની જાહેરાત કરી કે તે પોતાના મન્નતમાં ફેન્સને ભાડે રૂમ આપવાના છે.

બસ આ રૂમ મેળવવા માટે ફેન્સને એક કિંમત ચૂકવવી પડશે. હવે તમે વિચારશો કે આખરે શાહરૂખ ખાનને એવી શું જરૂર પડી ગઇ કે જેના લીધે તે પોતાનું ઘર જ ભાડે આપી રહ્યા છે. જોકે તાજેતરમાં જ ટ્વિટર પર #AskSRK ટ્રેન્ડ કરી રહ્યો હતો જેના અંતગર્ત ફેન્સ શાહરૂખ ખાનને પ્રશ્ન પૂછી રહ્યા હતા કે કિંગ ખાન જવાબ આપી રહ્યા હતા.

આ દરમિયાન એક ફેને શાહરૂખ ખાનને પૂછી રહ્યા હતા, સર મન્નતમાં એક રૂમ મારે ભાડે જોઇએ છે. આ રૂમ મેળવવા માટે શું કિંમત ચૂકવવી પડશે. આ પ્રશ્નનો શાહરૂખ ખાને એવો જવાબ આપ્યો કે જેને સાંભળીને દરેક જણ કિંગખાનની પ્રશંસા કરતાં થાકતા નથી.

શાહરૂખ ખાનએ જવાબમાં લખ્યું કે મન્નતમાં ભાડે રહેવા માટે તમારે ફક્ત 30 વર્ષની મહેનત ખર્ચ કરવી પડશે. આ પ્રશ્ન ઉપરાંત બીજા ઘણા પ્રશ્નોના જવાબ શાહરૂખ ખાને ખુશીથી આપ્યા હતા.

શાહરૂખ ખાનના આ ટ્વિટને જોઇને કહેવું ખોટું નથી કે, આ સાદગીના લીધે કિંગ ખાન પોતાના ફેન્સના દિલો પર રાજ કરે છે.

(4:57 pm IST)