Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

અમિતાભ બચ્ચનના હાથ પર ચાર ફિલ્મો

બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને કારકિર્દીમાં અનેક ફિલ્મોમાં વિજય નામનું પાત્ર ભજવ્યું છે. સત્યોતેર વર્ષની ઉમરે પણ તેઓ બોલીવૂડમાં સક્રિય છે. સોશિયલ મિડીયા પર પણ તે સતત બ્લોગ લખતા રહે છે અને પોતાના ચાહકો સાથે સંપર્કમાં રહે છે. હવે અમિતાભ ફરી એક વખત વિજયના રોલમાં જોવા મળશે. આ વખતે ફિલ્મ 'ઝુંડ'માં તે વિજય બરસે નામના પ્રોફેસરનું પાત્ર ભજવી રહ્યા છે. જેમાં તે શેરીઓ-ગલીઓના છોકરાને ભેગા કરી ફૂટબોલની એક ટીમ બનાવે છે અને તેને ફૂટબોલ રમવા માટે પ્રેરણા આપે છે. આ ફિલ્મનું પહેલુ પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મની કહાની સામાજીક કાર્યકર,  અને શિક્ષક વિજય બરસેના જીવન પર આધારીત છે. સુપરહિટ મરાઠી ફિલ્મ સૈરાટના નિર્દેશક નાગરાજ મંજુલે આ ફિલ્મ બનાવી રહ્યા છે. મરાઠી સિનેમા જગતમાં નાગરાજનું ખુબ મોટુ નામ છે. તેમને પહેલી ફિલ્મ પિસ્ટુલ્યા માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. અમિતાભ બચ્ચન અન્ય ફિલ્મો બ્રહ્માસ્ત્ર, ગુલાબો સિતાબો અને ચહેરે પણ કરી રહ્યા છે. આમ ચાર ફિલ્મો તેમના હાથ પર છે.

(10:15 am IST)