Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

સારા અલી ખાને શિક્ષક રાખ્યા

સારા અલી ખાને બોલીવૂડમાં ફિલ્મ કેદારનાથથી કારકિર્દી શરૂ કર્યા પછી તેને સતત મોટા નિર્માતા-નિર્દેશકોની ફિલ્મો મળવા માંડી છે. તેણે અભિનય થકી સોૈને આકર્ષિત કર્યા છે. હાલમાં તે લવ આજકલ-૨ના પ્રમોશનમાં કાર્તિક આર્યન સાથે વ્યસ્ત છે. આ ફિલ્મનું ટ્રેલર લોકોને ગમ્યું છે. હવે સારાને મોટા નિર્દેશક આનંદ એલ. રાયની ફિલ્મ માટે સાઇન કરવામાં આવી છે. જેમાં તેની જોડી રાંઝણા ફેઇમ ધનુષ સાથે છે. ફિલ્મમાં સારા એકદમ અલગ જ અવતારમાં જોવા મળવાની છે. આ ફિલ્મમાં તે ગામડાની ગોરી બનશે. તે ભોજપુરી ભાષા બોલતી સંભળાશે. સારા અલી ખાન હાલમાં વરૂણ ધવન સાથે કૂલી નંબર-૧નું શુટીંગ પણ કરી રહી છે. સાથો સાથ તે આનંદ એલ. રાયની ફિલ્મ માટેના વર્કશોપમાં પણ ભાગ લેશે. ભોજપુરી ભાષા શીખવા માટે તેણે એક શિક્ષક પણ રાખી લીધા છે. જેથી કરીને તે પાત્રને પુરો ન્યાય આપી શકે. અક્ષય કુમાર પણ આ ફિલ્મ સાથે જોડાશે તેવી ચર્ચા છે. જો કે અક્ષયએ આ માટે ખુબ મોટી રકમની નિર્માતાઓ પાસે માંગણી કર્યાનું કહેવાય છે.

(10:14 am IST)