Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

કેમેરા સામે છવાઇ જ્હાન્વીની કાતિલ અને બિન્દાસ્ત અદા

ધડક ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરી ચુકેલી બોની કપૂર અને શ્રીદેવીની દિકરી જ્હાન્વીએ પોતાની ફિટનેસ અને ફેશનને કારણે સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેણે એક ફોટોશૂટ કરાવ્યું છે. તેની આ તસ્વીરો સોશિયલ મિડીયા પર ખુબ જોવાઇ રહી છે. જ્હાન્વી પ્રિન્ટેડ ડ્રેસમાં મસ્ત દેખાઇ રહી છે. કેમેરા સામે કાતિલ અને બિન્દાસ્ત અંદાજમાં જ્હાન્વી છવાઇ ગઇ છે. ઇશાન ખટ્ટર સાથેની પહેલી ફિલ્મ ધડકમાં તેનો અભિનય પણ ચાહકોને ગમ્યો હતો. હવે તે તખ્ત ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે વિક્કી કોૈશલ, આલિયા ભટ્ટ, કરીના કપૂર, અનિલ કપૂર, ભૂમિ પેડનેકર સહિતના કલાકારો છે.  સશાંક ખૈતાનની વરૂણ ધવન સાથેની એક થ્રિલર ફિલ્મ રણભૂમિ પણ જ્હાન્વી કરી રહી છે.

(5:19 pm IST)