Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

પહેલા કરતા બોલીવુડનો આજનો સમય ખુબ સારો છે: તનુજા

મુંબઈ:વિતેલા જમાનાની પીઢ અભિનેત્રી તનુજાનું માનવું છે કે, આજનો સમય પહેલા કરતા ઘણો સારો છે અને સમયમાં બોલીવુડમાં કામ કરવાની રીત પણ ઘણી બદલાઈ ગઈ છે જે તેમના જમાનામાં નહતી. તનુજા હાલ કોંકણા સેન શર્માની પ્રથમ નિર્દેશિત ફિલ્મ ડેથ ઇન ગંજમાં ભૂમિકા નિભાવી રહી છે. 
ફિલ્મ શરૃ કર્યા પહેલા કોંકણા સેને સમગ્ર તૈયારી કરી જેમાં કલાકારો સાથે શુટિંગ પહેલા વર્કશોપ કર્યું જેથી બધા કલાકાર પોતાની ભૂમિકા અને ફિલ્મને સારી રીતે સમજી શકે અને તેને વ્યવસ્થિત રીતે પડદા પર રજુ કરી શકે. અંગે તનુજાએ જણાવ્યું હતું કે, આજનો સમય વધુ સારો છે અને ફિલ્મકાર સમગ્ર તૈયારી સાથે સેટ પર આવે છે. અમારા જમાનામાં કોઈપણ પ્રકારની તૈયારી નહતી થતી. ક્યારેક-ક્યારેક અમે સેટ ઉપર પહોંચતા અને ત્યારબાદ ફિલ્મના નિર્દેશક આવતા હતા. જ્યારે આજના ફિલ્મકારમાં ઘણી ઊર્જા જોવા મળે છે અને તેઓ પોતે ફિલ્મના દરેક કલાકાર અને નાનામાં નાની વ્યક્તિની ભૂમિકામાં નજર રાખે છે તથા વર્કશોપનું આયોજન કરી કલાકારોને સરળતાથી તેમની ભૂમિકા અંગે જ્ઞાન આપે છે. 

(4:11 pm IST)