Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

દાવોસમાં શાહરૂખ ખાનને અપાયો ક્રિસ્ટલ એવોર્ડ

દાવોસ તા. ૨૩ : બોલીવૂડ એકટર શાહરૂખ ખાનને સોમવારે સાંજે દાવોસમાં યોજાઈ રહેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ક્રિસ્ટ અવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ એવોર્ડ મહિલાઓ અને બાળકોના હકમાં કેમ્પેન ચલાવવા માટે આપવામાં આવે છે. આ અવસર પર શાહરૂખે કહ્યું, એવોર્ડ મળવા બદલ હું ખુશીની લાગણી અનુભવું છું. ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, થેન્કિંગ સ્પીચને શાહરૂખે 'નમસ્કાર' અને 'જયહિંદ' કહીને ખતમ કરી હતી.

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સમિટમાં સોશિયલ વકર્સ માટે આપવામાં આવતા યોગદાન બદલ આ અવોર્ડ આપવામાં આવે છે. શાહરૂખ ખાન મીર ફાઉન્ડેશનનો ફાઉન્ડર છે. આ ફાઉન્ડેશન એસિટ અટેક વિકિટમને સપોર્ટ કરે છે.

એસિડ અટેકમાં ગંભીર રીતે દાઝેલી મહિલાઓને સર્જરી અને મેડિકલ ટ્રીટમેન્ટ સહિત કાનૂની મદદ, પગભર ઉભા રહેવા માટે પ્રોફેશનલ ટ્રેનિંગ, રિહેબિલિટેશનમાં પણ મદદ કરે છે. શાહરૂખે ફાઉન્ડેશનનું નામ તેના પિતા મીર તાજ મોહમ્મદ ખાનના નામ પરથી રાખ્યું છે.

આ પહેલા અમિતાભ બચ્ચન, એઆર રહેમાન, શબાના આઝમી અને અમઝદ અલી ખાન ક્રિસ્ટલ એવોર્ડથી સન્માનવામાં આવી ચૂકયા છે. મ્યુઝિસિયન એઆર રહેમાનને પણ ક્રિસ્ટલ એવોર્ડ મળી ચૂકયો છે. પીઢ અભિનેત્રી શબાના આઝમીને પણ ક્રિસ્ટલ એવોર્ડથી સન્માનવામાં આવી ચૂકયા છે.

(12:43 pm IST)