Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

અનુષ્કા શેટ્ટીની 'ભાગમતી'નું ટીઝર લોન્ચ

મુંબઈ:દક્ષિણ ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રી અનુષ્કા શેટ્ટી બાહુબલી બાદ હવે ફિલ્મ ભાગમતી સાથે રુપેરી પડદે વાપસી કરી રહી છે. ત્યારે તેનુ આ ફિલ્મનુ ટીઝર રીલીઝ કરી દેવાયુ છે. આ ટીઝર ખૂબ જ ડરામણુ અને રુંવાટા ઉભુ કરી દે તેવુ છે. 
ટીઝરમાં અનુષ્કા શેટ્ટી ખૂબ જ ખતરનાક અંદાજમાં નજરે પડી છે. ઘનઘોર જંગલમાં સ્થિત એક હવેલીમાં અંધારા અને સન્નાટા વચ્ચે અનુષ્કા શેટ્ટી પોતાના હાથમાં હથિયાર સાથે નજરે પડે છે. ફિલ્મનો ફર્સ્ટલુક જાહેર થયો ત્યારથી જ ફિલ્મને લઈ દર્શકોમાં ભારે આતુરતા જોવા મળી રહી છે. જોકે ટીઝર રીલીઝ થયા બાદ પણ એ સમજવુ મુશ્કેલ છે કે આ ફિલ્મ એક થ્રિલર ફિલ્મ છે કે પછી હોરર. 
મહત્વનુ છે કે આ ફિલ્મનુ ડાયરેક્શન જી અશોકે કર્યુ છે. તેમજ ફિલ્મમાં અનુષ્કા ઉપરાંત અન્ની મુકુંદન, આદી પીનીશેટ્ટી અને મલયાલમ અભિનેતા જયરામ નજરે પડશે. આ ફિલ્મ તેલુગુ અને તમિલ ભાષામાં બનશે. જે ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ રીલીઝ થશે.

 

(6:45 pm IST)