Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

આજથી 'ટાઇગર જિંદા હૈ' રિલીઝ

સલમાન ખાન-કેટરીના કૈફના જબરદસ્ત એકશન દ્રશ્યો

આજથી યશરાજ ફિલ્મ્સ બેનર અને નિર્માતા આદિત્ય ચોપડા તથા નિર્દેશક અલી અબ્બાસ જફરની ફિલ્મ 'ટાઇગર જીંદા હૈ' રિલીઝ થઇ છે. જેમાં સંગીત વિશાલ શેખરનું છે. ફિલ્મમાં સલમાન ખાન, કેટરીના કૈફ, સજ્જાદ ડેલફોર્જ, સુદીપ, અંગદ બેદી, કુમુદ મિશ્રા, ગિરીશ કર્નાડ અને નવાબ શાહની મુખ્ય ભૂમિકા છે. સ્ટોરી અલી અબ્બાસ જફર અને નિલેષ મિશ્રાની છે. ફિલ્મનું શુટીંગ અબુધાબી, ઓસ્ટ્રીયા, ગ્રીસ અને મોરેક્કો સહિતના સ્થળોએ થયું છે. સ્વેગ સે સ્વાગત, દિલ દિયા ગલ્લાં, તેરા નૂર, દાતા તું સહિતના ગીતો ફિલ્મમાં છે. જેણે વિશાલ ડડલાણી, નેહા ભસીન, અતીફ અસલમ, સુખવીન્દર સિંઘ, શ્રેયા ઘોષલ, જ્યોતિ નૂરાન સહિતે ગાયા છે.

એક થા ટાઇગર નામની ફિલ્મની આ સિકવલ પાંચ વર્ષ પછી આવી છે. જેનું નામ ટાઇગર જિંદા હૈ રખાયું છે. આ ફિલ્મ કેટલીક સત્ય ઘટનાઓથી પ્રેરિત થઇને બનાવાઇ છે. ઇરાકના ખતરનાક આતંકવાદી સંગઠન આઇએસસી દ્વારા ભારતની ૨૫ નર્સને પકડી લેવામાં આવે છે. તેને છોડાવવાનું કામ ગમે તેના હાથની વાત નથી. આ સમયે યાદ આવે છે ટાઇગર. તે એક ભારતીય એજન્ટ છે. તે ચાલાક, ખતરનાક અને દુશ્મનો કરતાં એક ડગલુ આગળ વિચારે છે. ટાઇગરને નર્સોને મુકત કરાવવાની જવાબદારી સોંપાય છે. ઇરાકમાં ટાઇગરના આ મિશનમાં તેને પાકિસ્તાની જાસૂસ જોયાનો સાથ મળે છે. બંને મળીને આ મિશનમાં સફળતા મેળવવા મહેનત કરે છે.  ફિલ્મને ઇન્ટરનેશનલ લોકેશન પર ફિલ્માવાઇ છે. થ્રિલ, રોમાન્સ, મનોરંજન અને અજબ-ગજબ એકશન દ્રશ્યો છે. 

(9:02 am IST)