Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

શાહિર અને એરિકા વચ્ચે બ્રેકઅપ થઇ ગયાની ભારે ચર્ચા

એક તરફ ફિલ્મો-ટીવીના કલાકારો આ વર્ષમાં લગ્નના બંધને બંધાયા છે. તો બીજી તરફ ટીવી પરદાના અભિનેતા-અભિનેત્રી શાહિર શેખ અને એરિકા ફર્નાન્ડીઝના અલગ થઇ રહ્યાની ભારે ચર્ચા છે. સોનીના શો 'કુછ રંગ પ્યાર કે ઐસે ભી'માં મુખ્ય ભૂમિકા નિભાવતો શાહિર શેખ એરિકાથી અલગ થઇ રહ્યો છે. આ બંને ટીવી પરદાની સાથે અસલી જિંદગીમાં પણ કપલ તરીકે રહેતા હતાં. બંનેને ટીવી પરદે એક સાથે લોકોએ ખુબ પસંદ કર્યા હતાં. શાહિરની કોઇ પૂર્વ ગર્લફ્રેન્ડને કારણે તેના અને એરિકાના રિલેશનમાં ખટાશ પેદા થયાનું કહેવાય છે. શાહિર અગાઉ ઇન્ડોનેશિયાની એક અભિનેત્રી સાથે રિલેશનશીપમાં હતો. ૨૦૧૫માં બંને અલગ થઇ ગયા હતાં. હવે ફરીથી તે ત્યાં જઇને તેને મળતાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.

(9:01 am IST)