Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

રણદીપ હુડા કરશે વધુ એક બાયોપિક

ખુબ જ દેખાવડો, હેન્ડસમ બોડી અને રોમાન્ટીક અંદાજ તથા શાનદાર અભિનયની ક્ષમતા ધરાવતો રણદીપ હુડ્ડા પહેલેથી જ પોતાની અલગ ઓળખ ધરાવે છે. તેણે કારકિર્દીમાં અનેક સારી ફિલ્મો આપી છે. સરબજીતમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને રિચા ચઢ્ઢા સાથે તેના કામના ભારે વખાણ થયા હતાં. હવે રણદીપ વધુ એક બાયોપિકમાં કામ કરવાનો છે. સુજીત સરાફની નવલકથા કન્ફેશન્સ ઓફ સુલ્તાના પરથી ફિલ્મ બનશે. જેમાં રણદીપ સુલ્તાના ડાકુનો રોલ નિભાવશે. આ ફિલ્મ એપ્રિલ-૨૦૧૮માં ફલોર પર જશે. નિર્દેશન મુરિતા આનંદ કરશે. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક સ્થળો પર ફિલ્મનું શુટીંગ કરવામાં આવશે. આ વિસ્તારમાં ભાંટુ કબીલાના કેટલાક આતંકીઓએ ૧૯૨૦ની સાલમાં કબ્જો જમાવ્યો હતો. નિર્માત રાહુલ મિત્રા છે. રણદીપ આ ફિલ્મમાં ઘોડેસવારી સહિતના અનેક એકશન સિન આપશે. તે ભારતની આઝાદી માટે લડતા યુવાન સુલ્તાનાના રોલમાં હશે.

 

(9:01 am IST)