Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

લે બોલ... યશરાજ ફિલ્મ્સે ૧૦૦ કરોડ હડપ કરી લીધાના આરોપ સાથે ફરિયાદ

ગીતકાર, સંગીતકાર, ગાયક, સંગીત નિર્માતાના કરોડો ફસાયા

મુંબઇ, તા.૨૨: બોલિવુડ પ્રોડકશન હાઉસ યશરાજ ફિલ્મ્સની મુશ્કેલીઓમાં જૈધારો થયો છે. મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વૈગે યશરાજ ફેલ્મ્સ વિરુદ્ધ ૧૦૦ કરોડ રૂપિયા હડપ કરવાના આરોપમાં ફરિયાદ કરી છે. આ કેસ ગીતકાર, સંગીતકાર, ગાયક તથા સંગીત નિમતિા તરફી કરવામાં આવ્યો છે.

ધ ઈન્ડિયન પરર્ફોમિંગ રાઈટ્સ સોસાયટીએ આ કૈસ દાખલ કર્યો છે. આ સંસ્થા ગીતકાર, સંગીતકાર, ગાયક તથા સંગીત નિર્મતાને રિ-ેઝન્ટ કરે છે. ફરિયાદ -માણે, યશરાજ ફિલ્મ્સે આર્ટિસ્ટ પાસેથી જબરજસ્તી કોન્ટ્રાકટ સાઈન કરાવ્યા હતાં અને તેમની રોયલ્ટી જબરજસ્તી લઈ લીધી છે.વાસ્તવમાં યશુરાજ બેનરને રોયલ્ટી સાથે કોઈ જ લેવાદેવા નથી. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે પ્રોેડકશન હાઉસે મ્યૂઝિક કમ્પોઝર, આર્ટિસ્ટના આધાર પર રોયલ્ટી લઈ શકે નહીં, કારણ કે આના પર પહેલો હક આઈપીઆરએસનો છે. અત્યારે પોલીસે -ાથમિક તપાસ તથા પુરાવાને આધારે કેસ દાખલ કર્યો છે. પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે કેસ દાખલ કરી લેવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જરૂર પડી તો પૂછપરછ માટે આરૌપીઓને બોલાવવામાં આવશે. એફઆઈઆરમાં યશરાજ ફિલ્મ્સનશ-ડ્સિેકટર આદિત્ય ચોપરા તથા ઉદય ચોપરાના નામે કૈસ કયો છે. આ બંને પર બંધારણની કલમ ૪૦૯ તથા ૩૪ ઉપરાંત કોપીરાઈટ એકટ મુજબ ફરીયાદ કરવામાં આવી છે.

(3:35 pm IST)