Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

દિમાગ મત લગાના કયોં કી ઇનમે હૈ નહિ! કોમેડીનો ડોઝ 'પાગલપંતી' આજથી રિલીઝ

અનિલ કપૂર, જોન અબ્રાહમ, અરશદ વારસી, ઇલિયાના ડીક્રુઝ, પુલકીત સમ્રાટ, ઉર્વશી રોૈતેલા, ક્રિતી ખરબંદા, સોૈરભ શુકલા જેવા સ્ટારની ધમાલ

કોમેડી ફિલ્મોના ચાહકો જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતાં એ ફિલ્મ 'પાગલપંતી' આજથી રિલીઝ થઇ છે. નિર્માતા ભુષણ કુમાર, કૃષ્ણ કુમાર, કુમાર મંગત પાઠક, અભિષે પાઠક અને નિર્દેશક અનિસ  બઝમીની ફિલ્મ પાગલપંતીમાં સંગીત સાજીદ-વાજીદ, યોયો હની સિંઘ, તનિષ્ક બાગચી અને નઇમ શબ્બીરનું છે. ફિલ્મમાં અનિલ કપૂર, જોન અબ્રાહમ, અરશદ વારસી, ઇલિયાના ડીક્રુઝ, ઉર્વશી રોૈતેલા, પુલકિત સમ્રાટ, ક્રિતી ખરબંદા, સોૈરભ શુકલા, ઇનામુલહક્ક, જાકીર હુશેન, અશોક સમર્થ, બ્રિજેન્દ્ર કાલા સહિતની મુખ્ય ભુમિકા છે.  ૧૪૯ મિનીટની આ ફિલ્મ એકશન કોમેડી પ્રકારની છે.

અનિસ બઝમી એક સાથે અનેક સ્ટારને લઇને હલકી-ફુલકી કોમેડી ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. આ અગાઉ પણ તેણે આવી સફળ ફિલ્મો આપી છે. પાગલપંતી નામની ફિલ્મથી હવે દર્શકોને ફરી હસાવવાનો પ્રયાસ કેવો ફળે છે તે બે-ત્રણ દિવસમાં ખબર પડી જશે. ફિલ્મની કહાની એવા ત્રણ વ્યકિતની  છે જે એકદમ બેકાર-લૂઝર્સ છે. નસિબ તેનો સાથ આપતું નથી. જ્યાં આ ત્રિકડી દાવ લગાવે છે ત્યાં નિષ્ફળતા જ હાથમાં આવે છે.

આ ત્રણેય પૈસાદાર બનવા એક પ્લાન બનાવે છે. જેમાં તે પોતાની ગર્લફ્રેન્ડ્સને પણ સામેલ કરે છે. આ લોકોનો પ્લાન બે ગેંગસ્ટરને મુર્ખ બનાવી તેના પૈસા હડપ કરી જવા! શું પ્લાન સફળ થશે કે આ વખતે પણ તક હાથમાંથી સરી જશે? ગેંગસ્ટર ખરેખર મુર્ખ છે કે વાત બીજી જ કંઇક છે? આ બધુ ફિલ્મમાં કોમેડીના ડોઝ સાથે દેખાડવામાં આવશે. ટ્રેલરમાં જ કહ્યું છે કે દિમાગ મત લગાતા કયોં કી ઇનમે હૈ નહિ. ચાહકોને ટ્રેલર તો ગમ્યું છે, નિર્માતાઓને આશા છે ફિલ્મ પણ ખુબ જ ગમશે.

(10:13 am IST)