Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

'નાગિન'ની દુનિયામાં જસ્મીનનું સ્વાગત

એકતા કપૂરનો શો નાગિન ટીવી પરદે ખુબ જોવામાં આવ્યો છે. આ શોની ત્રણ સિઝન સુપરહિટ નિવડ્યા પછી હવે નાગિન-૪ આવી રહ્યો છે. આ વખતે નવી અને સોહામણી નાગીન કોણ હશે તેની ચર્ચા ખતમ થઇ ગઇ છે. એકતાએ નવી નાગિન તરીકે જસ્મીન ભસીનની પસંદગી કરી છે. આ લોકપ્રિય શોનો પ્રોમો પણ સામે આવી ગયો છે. અગાઉ ચર્ચા હતી કે નિયા શર્મા નાગિન-૪માં મુખ્ય રોલમાં હશે. પણ જસ્મીન ભસીનને આ વખતે નાગિન બનાવાઇ છે.  પ્રોમોમાં એકતા જસ્મીનનું સ્વાગત કરતી જોવા મળી રહી છે.  એકતાએ પ્રોમો પોસ્ટ કરી લખ્યું છે કે-નાગિન કી દુનિયા મેં આપકા સ્વાગત હૈ જસ્મીન. નાગિન..ભાગ્ય કા ઝહરીલા ખેલ. પ્રોમોમાં જસ્મીન નાગિનના રોલમાં જોવા મળી રહી છે. તેનો પોષાક તેના પર ખુબ જામી રહ્યો છે. સાયંતની ઘોષ પણ આ શોમાં સામેલ થવાની છે.

(10:09 am IST)