Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

નિક જોનાસ પહોંચ્યો ભારત : પ્રિયંકા સાથે વડાપ્રધાન મોદીને આપશે લગ્નનું નિમંત્રણ

નવી દિલ્હી :બોલીવુડની અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નનું કાઉન્ડાઉન શરૂ થઇ ગયું છે. લગ્ન માટે અમેરિકન સિંગર નિક જોનાસ દિલ્હી આવી પહોંચ્યો છે. પ્રિયંકા ચોપરા પણ હાલ દિલ્હીમાં છે. તે અહીં ફિલ્મ 'ધ સ્કાય ઇઝ પિંક'નું શુટિંગ કરી રહી છે. તેવી ચર્ચા છે કે અહી પ્રિયંકા અને નિક પીએમ મોદીને લગ્નનું આમંત્રણ આપશે.

   પ્રિયંકા ચોપરા અને મંગેતર નિક જોનાસ હાલ તેમના લગ્નને લઇને ચર્ચામાં છે. તેવામાં હવે પ્રિયંકાના લગ્નની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. તાજેતરમાં જ બંનેના લગ્નને લઇને નવી ડિટેઇલ્સ સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે 29 નવેમ્બરથી તેમના લગ્નના રિવાજો શરૂ થઇ જશે અને 2જી ડિસેમ્બરે તેમના લગ્ન થશે.

(12:24 am IST)