Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

સૈફની પુત્રીનો રોલ નિભાવશે પૂજાની દિકરી આલિયા

બોલીવૂડમાં સમયાંતરે કોઇને કોઇ સ્ટારના સંતાન એન્ટ્રી કરતાં રહે છે. હવે અભિનેત્રી પૂજા બેદીની દિકરી આલિયા ફર્નિચરવાલા પણ ફિલ્મ ક્ષેત્રે કારકિર્દી બનાવવા આવી રહી છે. નિર્દેશક નિતીન કક્કડ એક ફિલ્મ બનાવી રહ્યા છે જેનું નામ-'જવાની જાનેમન' રખાયું છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન મુખ્ય રોલમાં છે. ફિલ્મ પિતા-પુત્રના સંબંધ પર આધારીત છે. સૈફ અલી ખાન આકસ્મિક પિતાની ભૂમિકામાં છે. તેને અચાનક ખબર પડે છે કે તે એક કિશોરીનો પિતા છે. આલિયાને જવાની જાનેમનની સ્ક્રિપ્ટ ખુબ ગમતાં તેણે કામ કરવાની હા કહી હતી. તે અત્યંત ખુશ છે કે પહેલી જ ફિલ્મમાં તેને સૈફ અલી ખાન સાથે કામ મળ્યું છે. ફિલ્મનું શુટીંગ આવતા વર્ષે લંડનમાં શરૂ થશે.

(11:20 am IST)