Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

25 ઓક્ટોબરે રિલીઝ થશે 'સત્યમેવ જયતે 2'નું ટ્રેલર

મુંબઈ: બોલિવૂડ અભિનેતા જોન અબ્રાહમ ફિલ્મ 'સત્યમેવ જયતે' ની સિક્વલ 'સત્યમેવ જયતે 2' ને લઈને લાંબા સમયથી ચર્ચામાં છે. દરમિયાન, હવે ફિલ્મની રિલીઝ ડેટ સામે આવી છે, સાથે જ ફિલ્મનું ટ્રેલર ક્યારે રિલીઝ થશે તેની પણ માહિતી બહાર આવી છે. નિર્માતાઓએ સત્તાવાર રીતે ફિલ્મની જાહેરાત કરીને પ્રેક્ષકોને ઉત્સાહિત કર્યા છે. હવે ચાહકોને આ ફિલ્મની એક ઝલક જોવા માટે વધારે રાહ જોવી પડશે નહીં કારણ કે નિર્માતાઓએ માહિતી આપી છે કે ફિલ્મનું ટ્રેલર ફિલ્મ રિલીઝ થવાના એક મહિના પહેલા જ 25 ઓક્ટોબરે રિલીઝ થશે.

(5:06 pm IST)