Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

હોલીવૂડ ફિલ્મના સેટ પર ફાયરિંગ :એક્ટર એલેક્સ બાલ્ડવિનના ગનમાંથી ગોળી છુટી : સિનેમેટોગ્રાફરનુ મોત : ડાયરેક્ટર ઘાયલ

એલેક્સ બાલ્ડવિન ફિલ્મના પ્રોડયુસર પણ છે: લા ફાયરિંગમાં હાલિના હચકિન્સ નામની સિનેમેટોગ્રાફર મહિલાનુ મોત: ડાયરેક્ટર જોયલ સૂજાન ગંભીર રીતે ઘાયલ

હોલીવૂડના મશહૂર એકટર એલેક્સ બાલ્ડવિને ફિલ્મના સેટ પર પ્રોપ ગનથી કરેલા ફાયરિંગના કારણે સેટ પર એક મહિલાનુ મોત થયુ છે.

પોલીસ દ્વારા આ ઘટનાને સમર્થન અપાયુ છે. બાલ્ડવિન પોતાની આગામી ફિલ્મ રસ્ટનુ શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે શૂટિંગમાં વપરાતી ગનમાંથી થયેલા ફાયરિંગમાં હાલિના હચકિન્સ નામની મહિલાનુ મોત થયુ છે. તે આ ફિલ્મની સિનેમેટોગ્રાફર હતી. આ ફિલ્મના ડાયરેક્ટર જોયલ સૂજાને પણ ગોળી વાગી છે અને તે ગંભીર રીતે ઘાયલ થયા છે.

પોલીસનુ કહેવુ છે કે, હજી અમે તપાસ કરી રહ્યા છે કે, આ ગનમાં કયા પ્રકારના દારૂગોળાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ માટે શૂટિંગ સમયે હાજર બીજા કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવશે.

 આ ઘટના બાદ ફિલ્મનુ શૂટિંગ રોકી દેવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં અભિનય કરી રહેલા એલેક્સ બાલ્ડવિન ફિલ્મના પ્રોડયુસર પણ છે. હાલના તબક્કે આ ફિલ્મના શૂટિંગ પર નવેમ્બર સુધી રોક લગાવી દેવામાં આવી છે.સામાન્ય રીતે શૂટિંગ માટે વપરાતી ગનને પ્રોપ ગન કહેવાય છે. જેમાં નકલી ગોળીઓ ભરેલી હોય છે. આ કેસમાં હવે એ સવાલ ઉભો થયો છે કે, ગનમાં અસલી ગોળી કે બીજુ કશું હતુ જેનાથી સિનેમેટોગ્રાફરનુ મોત થયુ છે.

(1:46 pm IST)