Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

હું નસીબદાર છું: રાશી ખન્ના

દિલ્હીની અભિનેત્રી રાશી ખન્નાએ મદ્રાસ કાફેથી બોલીવૂડમાં કામ શરૂ કર્યુ હતું. એ પછી તેણે બે ડઝનથી વધુ તેલુગુ, તમિલ અને મલયાલમ ફિલ્મો કરી છે. તેની આવનારી છ ફિલ્મો પણ તેલુગુ અને તમિલ ભાષાની છે. સાથે સાથે તે હિન્દી વેબ સિરીઝ પણ કરી રહી છે. આવી બે સિરીઝમાં એક તે રાજ એન્ડ ડીકેની સિરીઝમાં શાહિદ કપૂર સાથે તથા રૂદ્ર-ધ એજ ઓફ ડાર્કનેસમાં અજય દેવગણ સાથે કામ કરી રહી છે. રાશીએ કહ્યું હતું કે રાજ નિદિમોરું અને ક્રિષ્ણા ડીકે ક્યારેય પણ જેન્ડરને લઇને ભેદભાવ નથી કરતા. રાશી કહે છે રાજ-ડિકે સાથે શાહિદ સાથેની સિરીઝમાં કામ કરવા મળ્યું તે માટે હું મારી જાતને નસિબદર સમજુ છું. રાજ અને ડીકેએ 'ધ ફેમિલી મેન' બનાવી છે અને એ શોએ ઓટીટીની વ્યાખ્યા બદલી નાંખી  છે. તેઓ જે રીતે તેમના મહિલાના પાત્રને રજૂ કરે છે એ ખૂબ જ અદ્દભુત હોય છે. તેમની સાથે કામ કરીને મને એનો અહેસાસ થયો છે. તેઓ કદી પણ જેન્ડરને લઈને ભેદભાવ નથી કરતા. તેઆ જુના લઢણને બદલામાં માને છે.

(10:17 am IST)