Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

ક્રિતી સેનનને મળ્યુ ગમતું ઘર : બીગ બીનું અંધેરીવાળુ ડયુપ્લેકસ લીધું ભાડે

મુંબઇ,તા. ૨૨: ક્રિતી સેનન છેલ્લા ઘણાં દિવસથી પોતાની માટે ઘર જોઈ રહી હતી અને હવે  તેને ફાઇનલી ઘર મળી ગયું છે. આ નવું ઘર જેવું-તેવું નહીં પણ બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચનનું છે.

પિંકવિલાના રિપોર્ટ મુજબ, ક્રિતી સેનને અંધેરીમાં રેન્ટ પર નવું અપાર્ટમેન્ટ લીધું છે, જે અમિતાભ બચ્ચનના નામે છે. આ રિપોર્ટમાં સૂત્રોના હવાલે માહિતી આપવામાં આવી છે કે અમિતાભનું આ અપાર્ટમેન્ટ ડ્યૂપ્લેકસ છે, જેને ક્રિતીએ ભાડેથી લીધું છે. આ રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ક્રિતીને આ ઘર ખૂબ જ ગમ્યું છે અને તે ટૂંક સમયમાં જ નવા ઘરેમાં મૂવ કરવાનો પ્લાન કરી રહી છે.

રિપોર્ટ પ્રમાણે, જેવું ક્રિતીને આ ઘર બતાવવામાં આવ્યું તેને ખૂબ જ ગમ્યું. તાજેતરમાં જ અમિતાભ બચ્ચને ક્રિતી સેનન સાથે ડાન્સની કેટલીક ઝલક પણ  શેર કરી હતી. આ શેર કરતા તેમણે લખ્યું કે 'સુંદર ક્રિતી સેનન સાથે બલરૂમ ડાન્સ, આહ... કોલેજ અને કોલકાતામાં વિતાવેલા જૂના દિવસોની યાદ આવી ગઈ.ે ટૂંક સમયમાં જ ક્રિતી અમિતાભ બચ્ચનના શો  ર્ીંકૌન બનેગા કરોડપર્તિીંની હોટસીટ પર જોવા મળશે અને તેની સાથે આ શોમાં રાજકુમાર રાવ પણ હાજર હશે.

(9:54 am IST)