Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

'DDLJ'ના લોકપ્રિય ડાયલોગ પર કાજોલએ કર્યું રમુજી ટ્વિટ:" જા વાયરસ જા, જીને દે હમે આપણી જિંદગી"

મુંબઈ:  ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'માં  જે અમરીશ પુરીનાલોકપ્રિય ડાયલોગ અને છેલ્લી આઇકોનિક સીન છે. ફિલ્મની રજૂઆતના 25 વર્ષ બાદ, કાજોલે અમરીશ પુરીના સંવાદને પોતાની શૈલીમાં ફરીથી લખ્યો છે. કાજોલે ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' (ડીડીએલજે) માં અમરીશ પુરીની પુત્રી સિમરનની ભૂમિકા ભજવી હતી. ફિલ્મના અંતે અમરીશ પુરી કાજોલનો હાથ છોડે છે અને કહે છે જા સિમરન જા, જી લે આપણી જિંદગી અને કાજોલ ટ્રેન તરફ દોડે છે, જ્યાં રાજ એટલે કે શાહરૂખ ખાન તેની રાહ જોતા હોય છે. તાજેતરમાં જ ફિલ્મના 25 વર્ષ પૂરા થવા પર ફિલ્મ સાથે સંકળાયેલા તમામ કલાકારો તેમની શૈલીમાં ઉજવણી કરી રહ્યા છે. અભિનેત્રી કાજોલે ગુરુવારે હાલના માહોલને જોઈને એક ખાસ ટ્વીટ કર્યું હતું. કાજોલના ટ્વિટમાં બતાવવામાં આવ્યું છે કે જો ડીડીએલજે હાલના સમયે સેટ કરાઈ હોત તો કોરોના વાયરસની પરિસ્થિતિએ કેવી રીતે ફિલ્મનું દૃશ્ય બદલ્યું હોત. કાજોલે એક સબૂનની જાહેરાત સોશિયલ મીડિયા પર શેર કરી છે. એડમાં કાજોલ અને શાહરૂખ ખાનના ટ્રેન સીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં રાજ અભિનેત્રી શાહરૂખ કાજોલ એટલે કે સિમરનનો હાથ માંગે છે અને સિમરન તેને હાથ ધોવા કહે છે. આ એડને શેર કરતાં કાજોલે અમરીશ પુરીના સંવાદને ફરીથી લખ્યો - જા વાયરસ જા, જીને દે હમે આપણી જિંદગી"

(5:41 pm IST)