Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

ફરીથી કામ શરૂ કર્યુ જૈકલીને

બોલીવૂડમાં મિસ સનસાઇન તરીકે ઓળખાતી અભિનેત્રી જૈકલીન ફર્નાન્ડીસ હમેંશા સકારત્મકતા સાથે જિંદાદીલ અને ચુલબુલા અંદાજમાં જોવા મળતી રહે છે. તે કામ પર હોય ત્યારે પણ તેનો આ અંદાજ રહે છે. જૈકલીને પણ બીજા કલાકારોની જેમ કામ શરૂ કરી દીધું છે. સેટ પર પાછી આવ્યાનો એક વિડીયો તેણે સોશિયલ મિડીયા પર પોસ્ટ કર્યો હતો. જેમાં તે ખુબ જ ખુશ દેખાઇ રહી છે. થોડા દિવસો પહેલા જૈકલીને જે શુટીંગ ચાલુ કર્યુ હતું તે અચાનક અટકી ગયું હતું. કારણ કે એક ક્રુ મેમ્બર કોરોના પોઝિટિવ આવ્યો હતો. હવે તેણે બ્રાન્ડ અને વિજ્ઞાપનોનું શુટીંગ ફરી શરૂ કરી દીધું છે. જૈકલીનની આગામી ફિલ્મોમાં સલમાન ખાન સાથેની કિક-૨ ચર્ચામાં છે. આ ઉપરાંત સૈફ અલી ખાન અને અર્જૂન કપૂર સાથે ભૂત પુલિસમાં પણ તે મુખ્ય રોલ નિભાવી રહી છે. શ્રીલંકન સુંદરીને બોલીવૂડમાં સતત મોટા પ્રોજેકટ મેળવી રહી છે. તેની પાસે બીજા કેટલાક પ્રોજેકટ પણ હાથ પર છે.

(9:55 am IST)