Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

નોરા ફતેહીનો રેડ ડ્રેસવાળો ડાન્‍સ સોશ્‍યલ મીડિયામાં ધૂમ મચાવે છે

નવી દિલ્હી: બોલીવુડની ડાન્સિંગ ક્વિન તરીકે ઓળખાતી નોરા ફતેહીનો ડાન્સિંગ અંદાજ એકદમ નિરાલો છે અને તેના ડાન્સના લાખો ફેન્સ છે. તે સ્ટેજ પર આવતાં જ લોકો તેના દિવાના થઇ જાય છે. હવે ફરી એકવાર નોરા ફતેહીએ સાબિત કરી દીધું છે કે તે પોતાની દરેક અદાઓ પર લોકોના દિલ જીતવામાં સફળ રહી છે. હવે તેમનો આ વીડિયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે.

એ તો બધા જાણે છે કે નોરા જેટલા ફેન્સ ભારતમાં છે એટલા જ વિદેશમાં પણ છે. હમણાં તાજેતરમાં જ નોરા ફતેહીએ મોરોક્કોમાં લાઇવ પરર્ફોમન્સ આપ્યું હતું.જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

આ વીડિયોમાં આપણે જોઇ શકીએ છીએ કે નોરાએ કેવી રીતે પોતાની અદાઓ વડે સ્ટેજ પર આગ લગાવી દીધી. આ વીડિયોમાં નોરા ફતેહી રેડ ડ્રેસમાં ગોર્જિયસ જોવા મળી રહી છે. વીડિયોમાં તે પોતાના ગીત દિલબર અરેબિક વર્જન પર ઝૂમી રહી છે. આ ગીત પર તેમના ફેન્સ પર તેમની સાથે ઝૂમી રહ્યા છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો નોરા ફતેહીનો એક ડાન્સ નંબર તાજેતરમાં જ 'એક તો કમ જીંદગાની' રિલીઝ થયું છે. જે યૂટ્યૂબ પર જોરદાર વ્યૂઝ પ્રાપ્ત કરી રહ્યું છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સૂતારિયાની ફિલ્મ 'મરજાવાનો ભાગ છે. આ ફિલ્મ 8 નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે

(5:28 pm IST)