Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

પ્રેમ ચોપડાની મિમિક્રીથી ટીવી પરદે ઓળખ મળ્યાનું સ્વીકારે છે વિશ્વજીત

ટીવી પરદાના ખુબ લોકપ્રિય શો ભાબીજી ઘર પર હૈના દરેક પાત્રો પોતપોતાની રીતે ખાસ છે અને દર્શકોને ખુબ હસાવે છે. આ શોમાં પ્રેમ ચોૈધરીના નામનું એક પાત્ર પણ છે, જે ફિલ્મ અભિનેતા પ્રેમ ચોપડાનો ડુપ્લીકેટ છે અને તેની જેમ જ પ્રેમ નામ હૈ મેરા...પ્રેમ ચોૈધરી...એવો ડાયલોગ બોલતો રહે છે. આ એકટરનું અસલી નામ વિશ્વજીત સોની છે. જે પ્રેમ ચોપડાની નકલ કરે છે અને ચહેરા-મોહરાથી પણ પ્રેમ ચોપડા જેવો જ લાગે છે. ભાબીજી ઘર પર હૈ શોમાં વિશ્વજીત પ્રેમ ચોપડાની મિમિક્રી કરી ડાયલોગ બોલે છે આ કારણે તે જુનિયર પ્રેમ ચોપડા તરીકે જાણીતો બન્યો છે. વિશ્વજીત સ્વીકારે છે કે મારો ચહેરો પ્રેમ ચોપરા જેવો હોવાથી મને તેમની મિમિક્રી કરીને જ ઓળખ મળી હતી. તે ફિરોઝ ખન્ના, વિનોદ ખન્ના અને જીતેન્દ્રી મિમિક્રી પણ સારી રીતે કરી શકે છે. જો કે તેની કારકિર્દીને પ્રેમ ચોપડાની મિમિક્રી થકી જ વેગ મળ્યો છે. વિશ્વજીતનો ઇરાદો તો પોતાનો કોઇ બિઝનેસ કરવાનો હતો. પરંતુ તે અનાયાસે અભિનયની દુનિયામાં આવી ગયો અને સફળતા મેળવી છે.

 

(9:55 am IST)