Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

પૈસાની તકલીફો દૂર કરવા અને છોકરીનું દિલ જીતવા માટે અંડરવર્લ્ડ ડોનની મદદ લે છે અને સર્જાય છે ફેમિલી સર્કલ

અમદાવાદઃ બે પાક્કા ભાઈબંધ રોનક અને જેજે મિડલ ક્લાસ લાઈફ જીવે છે અને કરોડપતિ બનવાના સપના જોય છે. વાત ત્યારે વણસે છે જ્યારે તે પૈસાની તકલીફો દૂર કરવા અને રિયા નામની છોકરીનું દિલ જીતવા અંડરવર્લ્ડ ડોન અલતાફ અન્નાની મદદ લે છે.

રિવ્યુઃ

પૈસાની તકલીફ ધરાવતા બે મિત્રો પાછળ ડોન પડે છે. ઘણા ગુજરાતી ફિલ્મ મેકર્સ ફોર્મ્યુલા રીપીટ કરી રહ્યા છે. કારણે તમને ફિલ્મની વાર્તા ઘણાખરા અંશે ખબર હોય છે અને ફિલ્મ બોરિંગ બની જાય છે. ફિલ્મનો પ્રથમ હાફ ઘણો ધીમો છે અને તેનું એડિટિંગ પણ નબળું છે. જો એડિટિંગ ધારદાર હોત તો ફિલ્મની સ્પીડ જળવાઈ રહેત અને દર્શકો ફિલ્મમાં જકડાયેલા રહેત. આથી ફિલ્મની ધીમી ગતિ દર્શકોની ધીરજની કસોટી લઈ લે છે.

ફિલ્મના નબળા અને સબળા પાસાઃ

ફિલ્મમાં શાન દ્વારા ગવાયેલુ ‘લાગ્યો રે પ્રેમ રંગ’ તથા સુનિધિ ચૌહાણે ગાયેલુ ‘તોડી દીધી મે સોનેરી સાંકળ’ ગમે એવા છે. કલાકારો વચ્ચે કોમિક ટાઈમિંગ નબળુ પડે છે જોકે ડાયલોગ્સ સારા લખાયા છે. ફિલ્મ બીજા હાફમાં ઝડપ પકડે છે. ડાયરેક્ટર તરીકે વિરલ રાવે સારુ કામ કર્યું છે પણ એડિટિંગમાં ફિલ્મ નબળી પડે છે. તમને સ્ટોરી જોઈને પ્રિયદર્શનની કેટલીક કોમેડી ફિલ્મો યાદ આવી જશે.

પરફોર્મન્સઃ

પરફોર્મન્સની વાત કરીએ તો લીડ એક્ટર રોનક કામદાર અને મોનલ ગજ્જર વચ્ચે ગજબની કેમિસ્ટ્રી છે. તે બંને પોતાના પાત્રને ન્યાય આપે છે. રોનકે ચશ્મા વાળા કોલેજિયન છોકરાનું પાત્ર ભજવવા જે મેક ઓવર કર્યું છે તે ખરેખર દાદ માંગી લે તેવું છે. આરવ તીકે ભરત ચાવડા પણ ફિલ્મમાં તડકો ઉમેરે છે. ડોન તરીકે સ્મિત પંડ્યાએ પણ પાત્રને સારો ન્યાય આપ્યો છે. મોનલના પિતા તરીકે મેહુલ બુચની એક્ટિંગ વખાણવા જેવી છએ. મિત્ર ગઢવીએ સારુ પરફોર્મન્સ આપ્યું છે પરંતુ તેનુ પાત્ર તેને છેલ્લો દિવસ અને શું થયુની યદ અપાવી દેશે. અર્ચન ત્રિવેદી ફિલ્મમાં સરસ સરપ્રાઈઝ એલિમેન્ટ ઉમેરે છે. ફિલ્મમાં દેખાયેલા કરણ પટેલે પણ જેજેનો બાળપણનો રોલ સરસ ભજવ્યો છે.

ફિલ્મ જોવાય કે નહિ?

ફિલ્મ એવરેજ એન્ટરટેઈનમેન્ટ આપે એવી છે. તમારે વીકેન્ડમાં બીજુ કોઈ ખાસ કામ હોય તો ફેમિલી સાથે એક વાર મૂવી જોવા જવાય.

(6:02 pm IST)
  • ભરૂચ:અંકલેશ્વર તાલુકાના 62 ગામના તલાટીઓ આજથી હડતાળ પર access_time 4:38 pm IST

  • બોટાદ:ગઢડા ગોપીનાથજી મંદિરના વિવાદનો મામલો:એસ.પી. સ્વામીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ:સ્વામી હુમલો કરતા હોય તેવા વીડિયો વાઈરલ થયો:ગઢડાના હરસુરભાઈ ખાચરને મારી હતી લાત: મંદિરની મતદાર યાદીમાં નામ નોંધાવવા જતાં હુમલો access_time 4:21 pm IST

  • અમદાવાદ:5.20 કરોડ રૂપિયાની છેતરપીંડી આંચરવાનો મામલો:આરોપીએ એક જ રહેઠાણના બોગસ દસ્તાવેજથી લૉન લીધી હતી:આરોપીએ કરી હતી સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી :ગત દિવસોમાં હાથ ધરાઈ હતી સુનવણી:23મી ઓક્ટોબરે સેસન્સ કોર્ટ ચુકાદો જાહેર કરે તેવી શકયતા access_time 1:06 am IST