Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

અમૃતસર ટ્રેન અકસ્માતમાં દિલજિત દોસાંજે કહી આ વાત

મુંબઈ: અમૃતસરમાં રાવણ દહન દરમિયાન ટ્રેનની અડફેટે આવેલા લોકોનાં કરૂણ મોત પર દિલજીત દોસાંજ અને કપિલ શર્મા સહિતનાં પંજાબી એક્ટર્સ અને સિંગર્સે દુ: જતાવ્યું છે. ઘટનાથી દુ:ખી થયેલા દિલજીત દોસાંજે પુણેમાં પોતાનો શૉ કેન્સલ કરી દીધો છે. જો કે તેણે શૉ રદ્દ કરવાનું કારણ સંપૂર્ણ રીતે નથી જણાવ્યું, પરંતુ ફેન્સ પાછળનું કારણ અમૃતસર ટ્રેન અકસ્માતને માની રહ્યા છે.એક ટ્વિટ દ્વારા દિલજીતે દર્શકોની માફી માંગતા કહ્યું, ‘આજે પુણેમાં થનારા શૉને રદ્દ કરવામાં આવ્યો છે. તમારી અસુવિધા માટે માફી ચાહુ છું. જલ્દી શૉની નવી તારીખની જાહેરાત કરવામાં આવશે.’ સોશિયલ મીડિયા દ્વારા પંજાબનો સુપરસ્ટાર લોકોની સંભવ મદદ કરી રહ્યો છે. દિલજીતનાં નિર્ણયની લોકો પ્રશંસા કરી રહ્યા છે. દિલજીતે ઘટના પર દુ: જતાવતા કહ્યું કે, ‘અમૃતસરમાં ભીષણ ટ્રેન અકસ્માતથી દુ:ખી છું. દિલને હચમચાવી દેનારું છે. પીડિત પરિવારોને મારી સંવેદના. હું ઘટનાને કારણે અસર પામેલા લોકો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું.’ દિલજીતે ઘટના બાદ સતત ઘાયલ થયેલા વ્યક્તિઓને બ્લડ ડોનેશન અને મૃતકોનાં પરિવારો માટે ચાલી રહેલી હેલ્પલાઇનનાં નંબર્સ શેર કર્યા છે.

(5:23 pm IST)
  • એસસી/એસટી એક્ટમાં થયેલા નવા સુધારાને પડકારતી અરજીઓ ઉપર ૨૬ ઓક્ટોબર સુધીમાં જવાબ રજૂ કરવા સુપ્રીમ કોર્ટ આદેશ આપ્યો છે access_time 1:19 am IST

  • મોઈન કુરેશી લાંચ કેસ મામલે ડે ,એસ.પી. દેવેન્દ્ર કુમારની CBIએ કરી ધરપકડ:રાકેશ અસ્થાના સામે પણ આ કેસમાં છે આરોપ: 3 કરોડની લાંચમાં સંડોવાયેલા છે દેવેન્દ્રકુમાર દેવેન્દ્રકુમારે ફેબ્રિકેટેડ સ્ટેટમેન્ટ લીધું હતું:મોઇન કુરેશી પાસેથી લાંચ લેવા મામલે ધરપકડ access_time 1:05 am IST

  • શારીરિક ક્ષતિવાળા વિદ્યાર્થીઓના કવોટામાંથી ૨ વિકલાંગ વિદ્યાર્થીને એમબીબીએસમાં એડમિશન આપવા ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટ હુકમ કર્યો છે access_time 1:16 am IST