Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

અર્જુન કપૂરની દાદી પરિણીતી ચોપરાને બનાવવા માંગે છે વહુ

મુંબઈ: ઇશ્કજાદેથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અર્જુન કપૂર અને પરિણીતી ચોપરાની લેટેસ્ટ ફિલ્મ નમસ્તે ઇંગ્લેન્ડ દશેરાના દિવસે રિલીઝ થઈ છે. અર્જુન-પરિણીતીની કેમિસ્ટ્રી માત્ર ઓડિયન્સને નહીં તેમના પરિવારજનોને પણ ઘણી પસંદ પડી છે. અને એટલા માટે અર્જુનનાં દાદીએ તો જાહેરમાં પરિણીતીને વહુ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી દીધી. જોકે અંગે પરિણીતીનું કહેવું છે કે, મજેદાર વાત છે પણ દાદીએ એટલા માટે કહ્યું કે અમે બંને ઓનસ્ક્રીન ઘણા સારા લાગીએ છીએ કે અમારી કેમિસ્ટ્રી કે લવસ્ટોરી વિશ્વાસ કરવા લાયક છે, પરંતુ અમારા પરિવારજનો ભૂલી જાય છે કે અમે એક્ટર છીએ.

(5:22 pm IST)
  • અમદાવાદ : દિવાળી પર એસટી વિભાગનો મહત્વનો નિર્ણય :GPSના માધ્યમે વોટ્સએપથી અધિકારીઓને ફરજિયાત હાજરી પુરાવાની રહેશે:જરૂર જણાય તો જ અધિકારીઓને રજા અપાશે :તહેવારોમાં મુસાફરોના ધસારાને જોતા નિર્ણય લેવાયો access_time 4:39 pm IST

  • ગુજરાત સરકારનું પ્રતિનિધિ મંડળ પહોંચ્યુ રાજભવન :ઝારખંડના રાજ્યપાલ સાથે કરશે મુલાકાત:31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમમાં આમંત્રિત કરવા આવ્યું પ્રતિનિધિ મંડળ access_time 4:38 pm IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાનો દોર યથાવત :મંગળવારે પેટ્રોલમાં લિટરે 10 પૈસા અને ડીઝલમાં 8 પૈસાનો લિટરે થશે ઘટાડો ;છેલ્લા આઠેક દિવસથી ઇંધણના ભાવમાં ઘટાડો થતા લોકોને રાહત ; વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ તૂટતાં ઇંધણના ભાવમાં કોઈ વધારો નહિ access_time 1:15 am IST