Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

પાંચ વર્ષ પછી ફરી એકવાર સાથે કામ કરશે પ્રકાશ ઝા- અજય દેવગણ

મુંબઈ: બોલિવૂડમાં હંમેશ ડિરેક્ટર-પ્રોડયૂસર-એક્ટરની જોડીએ અનેક કીર્તિમાન મેળવ્યા છે. આવી એક જોડી છે અજય દેવગણ અને વૈવિધ્યસભર વિષય પર ફિલ્મ બનાવનાર નિર્માતા-દિગ્દર્શક પ્રકાશ ઝાની. જોડીની ફિલ્મોએ બોલિવૂડના ચાહકોનું હંમેશ દિલ જીત્યું છે. છેલ્લે ૨૦૧૩માં સત્યાગ્રહમાં સાથે આવ્યા બાદ હવે ફરી જોડીએ હાથ મેળવ્યા છે. સૂત્રના જણાવ્યા મુજબ એક યથાર્થવાદી વિષય પર ફિલ્મ બનાવવા અંગે પ્રકાશ ઝાએ અજય દેવગણનો સંપર્ક કર્યો હતો. અજયને પણ કોન્સેપ્ટ ઘણો પસંદ પડયો છે. ફિલ્મની સ્ક્રિપ્ટ ડેવલપ થઈ ગયા બાદ અધિકૃત ઘોષણા કરાશે. પ્રકાશ ઝા અને અજય દેવગણે પાંચ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.

(5:26 pm IST)