Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

ઐતિહાસિક ફિલ્મના રોલથી અત્યંત ખુશ છે સૈફ અલી ખાન

બોલીવૂડ અભિનેતા સૈફ અલી ખાન હાલમાં ઘોડેસવારી શીખી રહ્યો છે. અજય દેવગણની ખુબ મહત્વાકાંક્ષી ફિલ્મ 'તાનાજી ધ અનસંગ વોરિયર'માં સૈફ અલી ખાનને મહત્વનો રોલ મળ્યો છે. અજય અને સૈફએ અગાઉ સુપરહિટ ફિલ્મો ઓમકારા અને કચ્ચે ધાગેમાં સાથે કામ કર્યુ હતું. ત્રીજી ફિલ્મમાં અજય દેવગણ મુખ્ય રોલમાં છે. જ્યારે સૈફને નેગેટીવ પાત્ર ભજવવાનું છે. આ રોલને ન્યાય આપવા સૈફએ તૈયારી શરૂ કરી દીધી છે અને હાલમાં તે ઘોડેસવારી શીખી રહ્યો છે.

છત્રપતિ શિવાજી મહારાજની સાથે અનેક લડાઇમાં સાથ આપી ચુકેલા તાનાજી માલુસરેના જીવન પરની આ ફિલ્મમાં રોલ મળતાં સૈફે કહ્યું હતું કે હું અજયનો આદર કરુ છું, હું આ ઐતિહાસિક ફિલ્મનો ભાગ બનીને ખુબ ખુશ છું.

(9:19 am IST)
  • અમદાવાદ :ઓઢવ જી.આઇ.ડી.સી.માં તમામ પરપ્રાંતિયો નિર્ભય પણે કામ કરે છે: એક પણ કામદારે વતન તરફ પ્રયાણ કર્યું નથી:રાજ્ય સરકાનો દાવો access_time 1:07 am IST

  • ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો:વિદેશી જંતુનાશક દવાઓ કંપનીઓને લપડાક:દેશની કંપનીઓ નથી કરતી વિદેશી કંપનીઓ નકલ:હાઈકોર્ટનાં નિર્ણયથી વિદેશી જંતુનાશક દવાઓ કંપનીઓની મોનોપોલી તૂટશે access_time 1:07 am IST

  • ગાંધીનગર:ઈન્દ્રોડા પાર્ક ખાતે સિંહનું આગમન:ગીરના શક્કરબાગ ઝૂ ખાતેથી એક સિંહને લવાયો ઈન્દ્રોડા પાર્ક પ્રકૃતિ ઉદ્યાન : સિંહણને 7 દિવસ બાદ લવાશે ગાંધીનગર: 20 દિવસ સુધી સિંહને નિરીક્ષણ હેઠળ રખાશે:20 દિવસ બાદ લોકો સિંહને જોઈ શકશે access_time 1:04 am IST