Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

કયા ખુબ લગતી હો... ગોપી બહૂની તસ્વીરો મચાવી રહી છે ધમાલ

ટીવી પરદે સાથ નિભાના સાથીયા શોમાં ગોપી બહૂના રોલ થકી ઘર-ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્યજી પણ અન્ય ટીવી અભિનેત્રીઓની જેમ બિકીની પહેરીન પણ ધમાલ મચાવી શકે છે. દેબોલીનાએ સાથ નિભાના સાથીયામાંથી બ્રેક લીધો ત્યારે એવી ચર્ચા હતી કે તે બીગબોસ-૧૨માં જોડાવાની છે.

આ ઓફર પણ તેને મળી હતી પરંતુ તેણે તેમાં ભાગ લેવાની સ્પષ્ટ ના કહી દીધી હતી. હાલમાં તે ઇંસ્ટાગ્રામ પર પોતાની હોટ હોટ તસ્વીરો પોસ્ટ કરીને ચાહકોમાં સતત ચર્ચા જગાવતી રહે છે. અગાઉ બિકીની સાથેની તેની તસ્વીરોએ સોશિયલ મિડીયામાં આગ લગાવી હતી. હવે તેણે સાડી સાથેની તસ્વીરો પોસ્ટ કરી છે. આ તસ્વીરો જોઇને ચાહકો જાણે કહી રહ્યા છે...કયા ખુબ લગતી હો.

(9:18 am IST)