Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

સતત વધી રહી છે તારા સુતારીયાના ચાહકોની સંખ્યા

'સ્ટુડન્ડ ઓફ ધ યર-૨' ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરી રહેલી અભિનેત્રી તારા સુતારીયાનું ફ્રેન્ડ લિસ્ટ લાંબુ જ થઇ રહ્યું છે. ઇંસ્ટાગ્રામ પર તેના ફોલોઅરની સંખ્યા ૨૫ હજારથી વધુ થઇ જતાં તે અત્યંત ખુશ છે. તારા સોશિયલ મિડીયા પર સતત સક્રિય રહે છે અને અવાર-નવાર પોતાના એક એકથી ચડીયાતા ફોટો પોસ્ટ કરતી રહે છે. તેના આ ફોટોને ખુબ જ પસંદ કરવામાં આવે છે. તાજેતરમાં તેણે કાળા રંગના ઓફસોલ્ડર ગાઉન સાથેની તસ્વીરો પોસ્ટ કરી હતી. જેમાં તે ખુબ જ ખુબસૂરત દેખાઇ રહી હતી. આ તસ્વીરને અનેક લાઇકસ મળી હતી. સ્ટુડન્ટ ઓફ ધ યર-૨માં તારા સાથે અનન્યા પાંડે છે અને મુખ્ય હીરો ટાઇગર શ્રોફ છે. તારાએ કલાસિકલ બેલે મોડર્ન ડાન્સ, લેટિન અમેરિકન ડાન્સની લંડનની રોયલ ડાન્સ એકેડેમીમાં તાલિમ લીધી છે. તારા સાત વર્ષની ઉમરથી પ્રોફેશનલ ગાયીકા તરીકે પણ કામ કરી રહી છે. તે અનેક કોન્સર્ટમાં ગીતો પણ ગાઇ ચુકી છે.

 

(9:18 am IST)
  • બનાસકાંઠા: વાવ પંથકમાં 13 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ:યુવકે ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું :વાવ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ access_time 1:07 am IST

  • અમદાવાદ :ઓઢવ જી.આઇ.ડી.સી.માં તમામ પરપ્રાંતિયો નિર્ભય પણે કામ કરે છે: એક પણ કામદારે વતન તરફ પ્રયાણ કર્યું નથી:રાજ્ય સરકાનો દાવો access_time 1:07 am IST

  • આસામ અને અરૂણાચલ પ્રદેશમાં પૂરનો ખતરો:આસામના 10 ગામ પાણીમાં ગરકાવ: આસામ અને અરૂણાચલ પ્રદેશમાં તંત્ર હાઈ એલર્ટ પર:તિબેટમાં લેન્ડ સ્લાઈડ થઇ નદીનો રસ્તો બંધ થતા કૃત્રિમ તળાવ બન્યુ: access_time 4:38 pm IST