Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

અક્ષય કુમારની ‘મિશન રાનીગંજ'ના દ્રશ્‍યોને અસલી બનાવવા માટે થઇ ભરપુર મહેનત

ટીનુ દેસાઇ નિર્દેશીત ફિલ્‍મ છઠ્ઠી ઓક્‍ટોબરે થશે સિનેમાઘરોમાં રિલીઝ

મુંબઇ તા. ૨૨: અક્ષય કુમાર અભિનીત ફિલ્‍મ ‘મિશન રાનીગંજ' આવી રહી છે. નિર્દેશક ટીનુ દેસાઇની આ રેસ્‍કયુ થ્રિલર ફિલ્‍મમાં રાનીગંજમાં એક ઘટના ઘટી હતી અને તેમાં રેસ્‍કયુ થયુ હતું તેના પર આધારીત છે. મિશન રાનીગંજ કોલસાની ખાણમાં સર્જાયેલી એક દૂર્ઘટના પર આધારીત છે. જેણે દેશ દુનિયાને આઘાતમાં ધકેલી દીધા હતાં. ફિલ્‍મ બહાદુર જસવંતસિંહ ગિલ (અક્ષય કુમાર)ના નેતૃત્‍યમાં બચાવ ટુકડીના અથાક પ્રયાસોને દર્શાવે છે. ટીનુ દેસાઇને આ ફિલ્‍મના તમામ દ્રશ્‍યોને અસલી બનાવવા ભારે મહેનત કરી છે. દ્રશ્‍યો ફિલ્‍માવવા માટે ત્રીસથી ચાલીસ ફુટ ઉંડો ખાડો બનાવાયો હતો. ટીનુ અગાઉ અક્ષય કુમાર અભિનીત રૂસ્‍તમનું નિર્દેશન પણ કરી ચુક્‍યા છે. એ ફિલ્‍મ બદલ સુપરસ્‍ટારને નેશનલ એવોર્ડ પણ મળ્‍યો હતો.

અભિનેતાઓને અસલી દર્દ અને ગુંગળામણનો અનુભવ કરાવવાનો હતો જે અસલી ખાણમાં ફસાયેલા લોકોએ અનુભવ્‍યો હતો. આ માટે તમામ પ્રયાસો કરવામાં આવ્‍યા હતાં. ટીનુ કહે છે ત્રીસ ચાલીસ ફુટ ઉંડા ખાડામાં શુટીંગ કરવાનું કામ પડકારરૂપ હતું. પણ આખી ટીમે તેને સફળ બનાવ્‍યું હતું. જો કે આ ખાડો કોલસાની અસલી ખાણના દસમા ભાગ જેટલો જ હતો. અક્ષય સાથે ફિલ્‍મમાં પરિણીતી ચોપડા, કુમુદ મિશ્રા, પવન મલ્‍હોત્રા, રવિ કિશન, વરૂણ બડોલા, દિવ્‍યેન્‍દુ ભટ્ટાચાર્ય, રાજેશ શર્મા, વિરેન્‍દ્ર સક્‍સેના, શિશીર શર્મા, અનંદ મહાદેવન, જમીલ ખાન, સુધી પાંડે, બચન પચેરા, મુકેશ ભટ્ટ, ઓમકાર દાસ માનીકપુરી સહિતના કલાકારો છે. આ ફિલ્‍મ છઠ્ઠી ઓક્‍ટોબરે સિનેમાઘરમાં આવશે

(4:27 pm IST)