Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

યે નહીં દેખા તો કયા દેખા !

મની હાઇસ્ટના સોન્ગનું ગુજરાતી વર્ઝન તમે સાંભળ્યું ?

બેલા ચાઓનું મ્યુઝિક અગાઉ મુંબઇ પોલીસના બેન્ડે પણ રજૂ કર્યું હતું

મુંબઇ,તા.૨૨: સોશિયલ મીડિયા પર અવાનવાર ચિત્ર-વિચિત્ર વીડિયો વાયરલ થતાં રહે છે. છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પ્લેટ્ફોર્મસ પર એક ગુજરાતી ડાયરાનો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. હકીકતે સ્પેનિશ વેબ સિરીઝ મની હાઈસ્ટનું ગીત બેલા ચાઓ, સિરીઝના આગમન સાથે ફેન્સના હોઠે એવું ચઢી ગયું હતું કે ગુજરાતી ડાયરમાં પણ લોકોએ આ ગીતની ફરમાઇશ કરી હતી. હવે આ જ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. તમે પણ કદાચ આ વીડિયો જોઈ જ લીધો હશે, જો ન જોયો હોય તો પહેલાં વીડિયો જુઓ.

હકીકતે આ વીડિયો ગણેશોત્સવ સમયનો છે. કલાકાર નિકુંજ પાટીલે નવસારીના એક કાર્યક્રમમાં આ ગીત એક છોકરાની ફરમાઇશ પર રજૂ કર્યું હતું અને ત્યાર બાદ બીજા કાર્યક્રમોમાં પણ તેમને આ ગીતની ફરમાઇશ મળી હતી. હવે તે જ વીડિયો હવે વાયરલ થયો છે.

આ વિશે વાત કરતા નિકુંજ ઉર્ફ નીકસે જણાવ્યું કે 'ગણેશોત્સવ સમયે દરરોજ ડાયર થતાં હોય છે, તે સમયનો જ આ વીડિયો છે. આ અગાઉ પણ મેં અમુક કાર્યક્રમમાં આ ગીત રજૂ કર્યું હતું અને તે સ્થાનિક સ્તરે વાયરલ થયું હતું.' નિકુંજની માતૃભાષા તો મરાઠી છે, પરંતુ તેઓ છેલ્લા ચાર વર્ષથી ડાયરના કાર્યક્રમ કરે અને ગુજરાતી, મરાઠી અને હિન્દી ગીતો પણ સહજતાથી રજૂ કરે છે.

ઉલ્લેખનીય છે કે બેલા ચાઓનું મ્યુઝિક અગાઉ મુંબઈ પોલીસના બેન્ડે પણ રજૂ કર્યું હતું અને બચપણ કા પ્યાર ફેમ સહદેવે પણ આ ગીત સોશિયલ મીડિયા પર મૂકયું હતું જે બંને જ લોકોને ખૂબ જ ગમ્યા હતા.

(10:21 am IST)