Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

ટીવીની દબંગ પોલીસ અધિકારી 'ચંદ્રમુખી ચૌટાલા' લેશે રિયાલિટી શો બિગ બોસ-14માં ભાગ

મુંબઈ: લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ છે. લગભગ દરરોજ, શો વિશે કેટલીક નવી માહિતી બહાર આવે છે. હવે સમાચાર છે કે ટીવી અભિનેત્રી કવિતા કૌશિક શોમાં એક સ્પર્ધકની ભૂમિકામાં જોવા મળશે અને તેણે માટે પોતાની સંમતિ આપી દીધી છે. અહેવાલો અનુસાર કવિતા કૌશિક સલમાન ખાનની ખૂબ નજીક છે. અને તેથી કવિતા બિગ બોસ 14 નો ભાગ બનવાની સંમતિ આપી છે. જો સૂત્રોનું માનવું હોય તો, કવિતામાં કરારમાં સહી કરીને તબીબી પરિક્ષણ પછી ટૂંક સમયમાં હોટેલ માં કોરોનટાઇન થશે. પછી તે બિગ બોસના ઘરે પ્રવેશ કરશે.

(4:48 pm IST)