Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

હિન્દી થ્રિલર વેબ સિરીઝ 'ક્રેકડાઉન'માં નજરે પડશેતાન્યા દેસાઈ

મુંબઈ: તેલુગુ અભિનેત્રી તાન્યા દેસાઈ હવે અપૂર્વા લાઠીયાની આગામી હિન્દી વેબ સિરીઝ 'ક્રેકડાઉન'માં જોવા મળશે. તાન્યાએ તેના આગામી હિન્દી શો વિશે કહ્યું, "ફિલ્મ 'ક્રેકડાઉન' પાકિસ્તાન અને હિન્દુસ્તાન વચ્ચેના યુદ્ધ પર આધારિત છે, જે દર્શાવે છે કે ભારતીય જાસૂસો રહસ્યને કેવી રીતે હલ કરે છે. તેમાં એક્શન, સસ્પેન્સ, ડ્રામા અને ભાવનાઓ છે." તેમાં હું એક સામાન્ય મહિલાની ભૂમિકા નિભાવું છું. "તેમણે કહ્યું, "અપૂર્વા લાઠીયા સાથે કરવાનું મારા જીવનનો સર્વોત્તમ અનુભવ છે. હું તેની દેખરેખ હેઠળ કામ કરીને ખૂબ ગર્વ અનુભવું છું. તે ખૂબ પ્રતિભાશાળી વ્યક્તિ છે. તે દરેકની સાથે સમાન વર્તે છે." ફિલ્મ 'ક્રેકડાઉન'માં સાકિબ સલીમ, અંકુર ભાટિયા, શ્રિયા પિલગાંવકર અને રાજેશ તેલંગ પણ છે.

(4:48 pm IST)
  • ફેસબુકના ભારતના વડા સુપ્રીમમાં દોડ્યા - કાલે સુનાવણી : દિલ્હી વિધાનસભા પેનલ દ્વારા પોતાની સમક્ષ જાજર થવા અંગેની નોટિસ સામે ફેઈસ બુકના ભારતના વડા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે, અને આ હુંકમ સામે સ્ટે માગ્યો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કિશન કૌલની અધ્યક્ષતામાં ત્રણ જજોની બેન્ચ આવતીકાલે બુધવારે આ અંગે સુનાવણી કરશે. access_time 12:01 am IST

  • વિપક્ષી નેતાઓ ઉપર આવકવેરાની ધોંસ : ચૂંટણી એફીડેવીડના સંદર્ભે સંખ્યાબંધ વિરોધપક્ષના નેતાઓને આવકવેરા ખાતાએ નોટીસો આપ્યાનું જાણવા મળે છે સત્તાવાર વિગતો હવે જાહેર થશે.. (ન્યુઝફર્સ્ટ) access_time 3:13 pm IST

  • 3.6ની તીવ્રતાના ધરતીકંપથી શ્રીનગર ધ્રુજી ઉઠ્યું : લોકો રસ્તાઓ પીઆર દોડી આવ્યા : જમ્મુ અને કાશ્મીર - શ્રીનગરના ઉત્તર પશ્ચિમ વિસ્તારથી 11 કિ.મી. ના અંતરે મોડી સાંજે 09:40 વાગ્યે ભૂકંપ નોધાયાનું રાષ્ટ્રીય સિસ્મોલોજી કેન્દ્ર એ જાહેર કર્યું છે. access_time 12:07 am IST