Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

કાર્તિક આર્યનની કિસ્મત ચમકી : ૭૫ કરોડ રૂપિયામાં સાઈન કરી ત્રણ ફિલ્મો

અત્યાર સુધી ફિલ્મ દીઠ ૬થી ૮ કરોડ રૂપિયા ફી લેનારા કાર્તિક આર્યને એકસાથે ૩ ફિલ્મો સાઈન કરી

મુંબઇ,તા.૨૨:બોલિવૂડ એકટર કાર્તિક આર્યને ઈન્ડસ્ટ્રીમાં શરૂઆતી દિવસોમાં ભલે સ્ટ્રગલ કરવી પડી હોય પરંતુ ઉપરાછાપરી હિટ ફિલ્મો આપ્યા બાદ હવે તે ખૂબ જ ફેમસ થઈ ગયો છે. હવે રિપોર્ટ્સ આવી રહ્યા છે કે, તેણે એક મોટી ડીલ સાઈન કરી છે. રિપોર્ટ્સ અનુસાર, કાર્તિક આર્યનને એકસાથે ત્રણ ફિલ્મોની ઓફર મળી છે અને આના માટે તેને ૭૫ કરોડ રૂપિયા આપવામાં આવશે.

પિંકવિલાના રિપોર્ટ અનુસાર, કાર્તિક આર્યને પ્રોડકશન હાઉસ ઈરોસ ઈન્ટરનેશનલ સાથે ત્રણ ફિલ્મોની ડીલ સાઈન કરી છે. આના માટે તેને ૭૫ કરોડ રૂપિયા આપવામાં આવશે. પહેલા કાર્તિક આર્યન એક ફિલ્મ માટે ૬થી ૮ કરોડ રૂપિયા લેતો હતો પણ હવે એક ફિલ્મ માટે તેણે ૨૫ કરોડ રૂપિયા લીધા છે.

કાર્તિક આર્યન દ્વારા સાઈન કરવામાં આવેલી ફિલ્મોની ડિટેલ્સ અને ડિરેકટર્સ વિશે કોઈ જાણકારી સામે આવી નથી કારણ કે, હજુ તે અંગે કોઈ નિર્ણય કરાયો નથી પણ કાર્તિક આર્યન એરોસ ઈન્ટરનેશનલની સાથે ત્રણ ફિલ્મો કરશે તે નક્કી છે. જોકે, એકટરની ટીમ દ્વારા આ ખબરની પુષ્ટિ કરાઈ નથી અને પ્રોડકશન હાઉસના પ્રવકતાએ આ રિપોર્ટનું ખંડન કર્યું છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કાર્તિક આર્યનની પાસે પહેલેથી મોટી ફિલ્મો છે. આમાં 'દોસ્તાના-૨', 'ભૂલ ભૂલૈયા-૨' અને 'અલા વેકુંઠપુરમલો'ની રીમેક શામેલ છે. આ પ્રોજેકટ્સમાં કાર્તિક આર્યન આગામી બે વર્ષ સુધી વ્યસ્ત રહેવાનો છે. તે છેલ્લા ડિરેકટર ઈમ્તિયાઝ અલીની ફિલ્મ 'લવ આજકલ'માં સારા અલી ખાન સાથે જોવા મળ્યો હતો. આ ફિલ્મને દર્શકો દ્વારા ઠીકઠાક રિસ્પોન્સ મળ્યો હતો. હવે કાર્તિક એક મોટી હિટની રાહ જોઈ રહ્યો છે.

'પ્યાર કા પંચનામા'થી કરિરની શરૂઆત કરનારા કાર્તિકે બહુ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી લીધી. 'સોનુ કી ટીટૂ કી સ્વીટી' ફિલ્મથી તેને સૌથી વધુ લોકપ્રિયતા મળી. હવે તે 'દોસ્તાના અને 'ભૂલ ભૂલૈયા' જેવી સુપરહિટ ફિલ્મોની સીકવલમાં કામ કરતો જોવા મળશે. તેની છેલ્લી ફિલ્મ 'લવ આજ કલ ૨' પિટાઈ ગઈ હોવા છતાં તેના સ્ટારડમમાં કોઈ ઘટાડો થયો નથી.

(11:49 am IST)
  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે એક્ટીવ કેસમાં ઘટાડો : સતત ચોથા દિવસે નવા કેસ કરતા રિકવર થનારની સંખ્યા વધતા એક્ટિવ કેસ ગઈકાલના 10 લાખની અંદર સરક્યા: નવા કેસ અને રિકવર વચ્ચે સતત વધતો ગેપ : રિકવરી રેઈટ 80 ટકાથી વધુ access_time 11:04 pm IST

  • 3.6ની તીવ્રતાના ધરતીકંપથી શ્રીનગર ધ્રુજી ઉઠ્યું : લોકો રસ્તાઓ પીઆર દોડી આવ્યા : જમ્મુ અને કાશ્મીર - શ્રીનગરના ઉત્તર પશ્ચિમ વિસ્તારથી 11 કિ.મી. ના અંતરે મોડી સાંજે 09:40 વાગ્યે ભૂકંપ નોધાયાનું રાષ્ટ્રીય સિસ્મોલોજી કેન્દ્ર એ જાહેર કર્યું છે. access_time 12:07 am IST

  • સીબીઆઈ દ્વારા ડેરી - આઈક્રીમ નિર્માતા કંપની ક્વાલિટી લિમિટેડ અને તેના ડિરેક્ટર્સ પર 1,400 કરોડના બેંક ઓફ ઈન્ડિયા હેઠળ ના 10 બેન્કના કન્સોર્ટિયમ સાથે ફ્રોડનો કેસ કર્યો : સીબીઆઈએ સોમવારે દિલ્હી અને સહારનપુર, બુલંદશહેર (ઉત્તર પ્રદેશ), અજમેર (રાજસ્થાન), પલવાલ (હરિયાણા) સહિતના અનેક શહેરોમાં કંપની અને તેના ડિરેક્ટર સહિતના આઠ સ્થળો પર તલાશી શરૂ કરી access_time 11:19 pm IST