Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

પલકની હોરર-થ્રિલરનું શુટીંગ વર્ષના અંતમાં

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની દિકરી પલક તિવારી બોલીવૂડમાં અભિનય ક્ષેત્રે કદમ માંડી રહી છે. નિર્માતા બનેલા વિવેક ઓબેરોની ફિલ્મ રોઝી-ધ સૈફરોન ચેપ્ટરમાં પલક મુખ્ય ભુમિકા નિભાવી રહી છે. આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું છે. જેમાં પલકનો જબરદસ્ત લૂક જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં વિવેક ઓબેરોય પણ ખાસ ભુમિકામાં જોવા મળશે. વિવેકે પોસ્ટર પોસ્ટ કરીને રોઝી ફિલ્મ વિશે ટેગલાઇન લખી હતી. ફિલ્મનું નિર્દેશન વિશાલ મિશ્રાએ કર્યુ છે. ફિલ્મના પોસ્ટરમાં પલક ગ્લેમરસ દેખાઇ રહી છે. સાથે વિવેક પણ અલગ લૂકમાં છે. ફિલ્મનું શુટીંગ આ વર્ષના અંતમાં શરૂ થશે. મંદિરા એન્ટરટેઇનમેન્ટ અને વિવેક ઓબેરોયના નિર્માણ હાઉસ દ્વારા ફિલ્મ બની રહી છે. પલકની આ ફિલ્મ સત્ય ઘટનાઓથી પ્રેરીત હોરર-થ્રિલર ફિલ્મ છે. કહાની રોઝીના પાત્ર આસપાસ ઘુમતી રહે છે. જે સેફરોન બીપીઓ કર્મચારીઓ પૈકીની એક છે. તેના પર ભુતપ્રેતનો ઓછાયો હોવાનું કહેવાય છે.

(9:54 am IST)