Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

ભારત તરફથી ઓસ્કાર ર૦ર૦ માટે પસંદ થઇ રણવીર- આલિયા અભિનીત ફિલ્મ 'ગલી બોય'

 જોધા અખ્તર દ્વારા નિર્દેશિત, રણવીરસિંહ અને આલિયા ભટ્ટ અભિનીત  ફિલ્મ ગલીબોય ને ભારત તરફથી બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફીલ્મ કેટેગરીમાં ૯ર માં ઓસ્કાર એવોર્ડસ (ર૦ર૦) મા મોકલવા માટે પસંદ થઇ છે.સુપર ડીલકસ, અંધાધૂન અને આર્ટિકલ ૧પ જેવી ફિલ્મો પણ આ માટે દાવેદાર હતી એવોર્ડસનું આયોજન આવતા વર્ષે ૯ ફેબ્રુઆરીના કરવામાં આવશે. અપર્ણા સેન એ નિર્ણાયક મંડળની અધ્યક્ષતા કરી.

(10:24 pm IST)
  • હાઉડી મોદીમાં વડાપ્રધાને કાશ્મીરનો કર્યો ઉલ્લેખ : કહ્યું -આર્ટિકલ 370ના કારણે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોને વિકાસ અને સમાન અધિકારોથી વંચિત રાખ્યા હતા. જેનો ફાયદો આતંકવાદી અને અલગાવવાદી તાકાત ઉઠાવતી હતી access_time 1:04 am IST

  • દિલ્હી અને ગ્રેટર નોઈડામાં પોલીસ અથડામણ : ઈનામી આરોપી સહીત બે ઝડપાયા : ગ્રેટર નોઇડ્સમાં 25 હજારના ઈનામી બદમાશ મનીષની ધરપકડ : દિલ્હીના કૈર ગામમાં નંદુ ગેંગ સાથે પોલીસની અથડામણ access_time 1:05 am IST

  • સાઉદી અરેબિયામાં હુમલા પછી ભારતમાં ડીઝલ પેટ્રોલના ભાવ ભડકે બળે છે : સાઉદી અરેબિયામાં ઓઇલ ક્ષેત્રો ઉપર ડ્રોનના હુમલા પછી પેટ્રોલના ભાવો દેશમાં લિટરે ૧.૫૯ રૂપિયા અને ડીઝલમાં ૧.૩૧ રૂપિયા વધી ગયા છે access_time 2:37 pm IST