Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

ઓસ્કાર નોમિનેશન માટે આસામની ફિલ્મ વિલેજ રોક્સ્ટારને ભારત દ્વારા નોમિનેટ

નવી દિલ્હી :રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરનાર આસામની ફિલ્મ વેલેજ રોક્સ્ટારને ભારત તરફથી ઓસ્કારમાં નોમિનેટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ફિલ્મે પદ્માવત, રાજી, પિહુ, કડવી હવા અને ન્યૂડ જેવી ફિલ્મોને પાછળ છોડી ઓસ્કારના નોમિનેશન માટે બાજી મારી લીધી છે.

   ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ આજે જાહેરાત કરી હતી કે ઓસ્કારમાં આ ફિલ્મ બેસ્ટ ફોરેન ફિલ્મ માટે ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

 

(1:39 pm IST)