Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

મલાઇકાને આ બોડી પાર્ટનો ઇન્સ્યોરન્સ કરાવવો છે

ટોક શોમાં ખુલીને કહી વાત

મુંબઇ તા. ૨૨ : મલાઈકા અરોરા હાલમાં જ અનાઈતા શ્રોફ અદજાનિયાના ટોક શો 'ફીટ અપ વિથ ધ સ્ટાર્સ'માં ગેસ્ટ બનીને પહોંચી હતી. આ દરમિયાન તેણે રેપિડ ફાયર રાઉન્ડમાં ઘણા સવાલોના જવાબ આપ્યો. પોતાની ફિટનેસ અને પરફેર્ટ બોડી શેપ માટે જાણીતી એકટ્રેસે જણાવ્યું કે તે પોતાના બોડીના કયા પાર્ટનો ઈન્સ્યોરન્સ કરાવવા ઈચ્છશે? એકટ્રેસએ પોતાના શરીરના એક પાર્ટનું નામ લીધું.

 

શોમાં જયારે મલાઈકાના પૂછવામાં આવ્યું કે તે શરીરના કયા ભાગનો ઈન્સ્યોરન્સ કરાવવાનું પસંદ કરશે? એકટ્રેસએ સવાલનો તરત જ જવાબ આપ્યો કે, હું મારા બટનો ઈન્સ્યોરન્સ કરાવવા ઈચ્છીશ.

મલાઈકાને શોના હોસ્ટ અનીતાએ સવાલ કર્યો કે, તેમણે કયારેય કોઈને ડેટ કર્યા છે કે નહીં? મલાઈકાએ સવાલનો જવાબ આપતા કહ્યું કે, હું આ બધા માટે નથી બની. મેં કયારેય કોઈને ડેટ કર્યા નથી. જે વ્યકિતને મેં ડેટ કર્યો તેની સાથે જ મેં લગ્ન કર્યા.

મલાઈકા અને અરબાજ વર્ષ ૧૯૯૮માં લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્નના લગભગ ૧૭ વર્ષ બાદ બંનેએ ૨૦૧૭માં ડિવોર્સ લઈ લીધા. મલાઈકા અને અરબાજ ખાનનો એક દીકરો પણ છે, જેનું નામ અરહાન ખાન છે

(12:00 pm IST)