Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

પ્રસ્થાનમનું નવું પોસ્ટર આવ્યું સામે: લાંબા વાળ અને કુર્તામાં ભનાયક લુકમાં જોવા મળ્યા જેકી દાદા

મુંબઈ: મલ્ટિસ્ટારર ફિલ્મ પ્રસ્થાનમના ઘણાં પોસ્ટરો સામે આવ્યા છે. આ જ રીતે આ ફિલ્મના જેકી શ્રોફના જોરદાર અવતારમાં એક નવું પોસ્ટર રજૂ કરવામાં આવ્યું છે.આ પોસ્ટરમાં જેકી શ્રોફ લાંબા વાળ અને કુર્તામાં આકર્ષક દેખાઈ રહ્યા છે. જેકી શ્રોફે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફર્સ્ટ લુકનો ફોટો પણ શેર કર્યો છે. આ પોસ્ટર પર 'લોયલ ગોર્ડ' પણ લખેલું છે.જેકી ઉપરાંત સંજય દત્ત, મનીષા કોઈરાલા, ચંકી પાંડે, અમૈરા દસ્તુર અને અલી ફઝલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. દિગ્દર્શક દેવના કહેવા પ્રમાણે હિન્દી અને તેલુગુ પ્રસ્થાન વચ્ચે બહુ તફાવત જોવા મળ્યો નથી. ફિલ્મની પટકથા દેવાએ લખી છે, જ્યારે તેના ડાયલોગ્સ ફરહાદ દ્વારા લખ્યા છે.

(5:01 pm IST)