Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

લક્ષ્મી બોમ્બની બોટ સવારી

અક્ષયકુમાર અને કિયારા અડવાણી હાલમાં જ બોટની સવારી કરતાં જોવા મળ્યાં હતાઉ 'મિશન મંગલ' ની સફળતા બાદ અક્ષયે તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં તેની સાથે કિયારા કામ કરી રહી છે. તેમણે 'ગુડ ન્યુઝ'માં પણ સાથે કામ કર્યુ છે. તે વરસોવા જેટીથી મઢ આઇલેન્ડ જવા માટે બોટનો સહારો લીધો હતો. એપ્રિલમાં જાહેરાત કર્યા બાદ ફિલ્મ કન્ટ્રોવર્સીમાં ફસાઇ હતી કારણ કે રાઘવ લોરેન્સે ફિલ્મને છોડી દીધી હતી. જોકે અક્ષયકુમાર સાથે ચર્ચા કર્યા બાદ તે ફરી ફિલ્મ સાથે જોડાયો હતો. આ હોરર-કોમેડીનું શૂટિંગ હાલમાં જોરશોરમાં શરૂ કરવામાં આવ્યંંુ છે.

(3:43 pm IST)