Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

સેટ પર પહોંચવાની રાહ જોતી રહે છે પરિણીતિ

બોલીવૂડ અભિનેત્રી પરિણીતિ ચોપડા પોલા હોકિન્સની જાણીતી નવલકથા ધ ગર્લ ઓન ધ ટ્રેન પર આધારીત હોલીવૂડની હિન્દી રિમેક કરી રહી છે. આ ફિલ્મનું શુટીંગ શરૂ થઇ ગયું છે. પરિણીતિના બે લૂક સામે આવ્યા છે. જેમાં પરિણીતિ બાથટબમાં બેઠેલી અને લોહીલુહાણ હાલતમાં જોવા મળે છે. કપાળ ઉપર ઉંડા ઘાનું નિશાન દેખાય છે. બીજા એક લૂકમાં આંખો આસપાસ આંજળ રેલાયેલુ જોવા મળે છે. પરિણીતિ કહે છે કે આ ફિલ્મનું શુટીંગ કરતી વખતે મને એવું લાગે છે કે હું કોઇ કાયદાઓનું સખ્ત પાલન કરાવતી હોસ્ટેલમાં હોઉ. સામાન્ય રીતે હું શુટીંગ પત્યા પછી બીજા કામ કરતી રહુ છું. પરંતુ આ ફિલ્મનું શુટીંગ શરૂ થયા પછી હું ઝડપથી સેટ પર પાછા પહોંચવાની જ રાહ જોતી રહુ છું. રિભુ દાસગુપ્તાના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં પરિણીતિ એક એવી ત્યકતાના રોલમાં છે જે ગૂમ થયેલી વ્યકિતની શોધમાં સામેલ થાય છે. અદિતી રાવ હેદરી, કિર્તી કુલ્હારી, અવિનાશ તિવારી પણ આ ફિલ્મમાં છે. લંડનમાં શુટીંગ શરૂ થયું હતું. (૧૪.૨૧)

 

(10:03 am IST)