Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

વેબ સિરીઝમાં જ્હાન્વીની એન્ટ્રી

બોલીવૂડમાં જબરદસ્ત અભિનય થકી જાણીતી બનેલી જ્હાન્વી કપૂર પણ હવે ડિજિટલ પ્લેટફોર્મ પર એન્ટ્રી કરી રહી છે. ધડક ફિલ્મથી કારકિર્દી શરૂ કરનાર જ્હાન્વી જોયા અખ્તરની વેબ સિરીઝ 'ઘોસ્ટ સ્ટોરિઝ' કરી રહી છે. આ સિરીઝનું શુટીંગ શરૂ થઇ ગયું છે. આ સિરીઝમાં જ્હાન્વી સાથે ગલી બોય ફિલ્મમાં શાનદાર અભિનય કરનાર વિજય વર્મા જોવા મળશે. નેટફિલકસની લસ્ટ સ્ટોરિઝની જેમ આ સિરીઝમાં પણ ચાર નિર્દેશકો કરણ જોહર, જોયા અખ્તર, દિબાકર બેનર્જી અને અનુરાગ કશ્યપ નિર્દેશન કરશે. ચારેય અલગ-અલગ એપિસોડનું કામ સંભાળશે. આ તમામ કહાની હોરર બેઝ હશે. જ્હાન્વીએ કહ્યું હતું કે જોયા અખ્તર સાથે કામ કરવા હું આતુર છું. હું પહેલેથી તેની ચાહક રહી છું. મારો રોલ આ વેબ સિરીઝમાં ખુબ જ પડકારજનક છે. ઘોસ્ટ સ્ટોરિઝમાં દર્શકોને ચાર અલગ-અલગ કહાની જોવા મળશે. જ્હાન્વી હાલમાં ભારતની મહિલા ફલાઇટ લેફટનન્ટ ગુંજન સકશેનાની બાયોપિક તથા રૂહી આફઝા અને તખ્ત તથા દોસ્તાના-૨ જેવી મોટી ફિલ્મો કરી રહી છે.

(10:01 am IST)