Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

ઈરફાન ખાનનું ટૂંક સમયમાં કમબેક?:હિન્દી મીડિયમની સિક્વલમાં કામ કરવું સ્વીકાર્યું !!

મુંબઈ :ન્યૂરો ઈન્ડોક્રાઈન ટ્યુમરથી પીડિત ઈરફાન ખાનના ચાહકો માટે એક ખુશખબર છે. સમાચાર છે કે હિંદી સિનેમાનો આ ચમકતો સ્ટાર ટૂંક સમયમાં પડદા પર કમબેક કરી શકે છે.   

   બોલીવુડના નજીકના સૂત્રોમાં એવી ચર્ચા છે કે ઈરફાને 'હિંદી મીડિયમ' ફિલ્મની સિક્વલ 'હિંદી મીડિયમ 2' માં કામ કરવાનું સ્વીકારી લીધુ છે. ઈરફાનની તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે અને તે જલ્દી ફિલ્મોમાં કમબેક કરી શકે છે.

(8:18 pm IST)