Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

બોમન ઈરાનની ઘૂંટણની બીમારીએ જકડ્યા

મુંબઈ:બોમન ઇરાની હાલ એક ગંભીર ઈજાનો ભોગ બન્યો છે. તે કોઇ કામસર હૈદરાબાદ ગયો હતો જ્યાંના એરપોર્ટ પરથી તેણે પોતાની એક તસવીર ટ્વિટર પર શેયર કરી છે. પિકચરમાં બોમન હાથમા લાકડી સાથે વ્હીલચેર પર બેઠેલો દેખાય છેબોમને તસવીર દ્વારા પોતાના ઘૂંટણમાં તકલીફ થઇ હોવાનું દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. તેણે સાથે એક કેપ્શન લખ્યું છે કે, ''હુસૈન અને શ્રીનિવાસનનો આભાર. તેમણે મને હૈદરાબાદથી પાછા ફરતી વખતે ફ્લાઇચમાં મારી મદદ બહુ કરી.બોમન સ્લિપ ડિસક રોગનો ભોગ બન્યો છે. પરિણામે તેને હલનચલનમાં તકલીફ પડી રહી છે. તેને ઘૂટંણાં અસહ્ય દુખાવો થતો હોવાથી હાલ તેને કામ કરવામાંપણ બહુ તકલીફ પડી રહી છેબોમન એક સારો કલાકાર છે તેમાં કોઇ શક નથી. તેણે પોતાની અભિનય ક્ષમતા દ્વારા વિવિધ પાત્રોથી દર્શકોનું મનોરંજન કરવામાં સફળ રહ્યો છે

(4:44 pm IST)