Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

ઇન્સ્ટાગ્રામ પર અક્કીના ફોલોવર્સ થાય 2 કરોડ

મુંબઈ:ગોલ્ડ એક્ટર અક્ષય કુમારના સોશિયલ ફોટોશેરિંગ વેબસાઇટ ઇન્સ્ટાગ્રામ પર બે કરોડ (૨૦. મિલિયન) ફોલોઅર્સ થઈ ચૂક્યા છે. અક્ષય કુમાર પહેલો ભારતીય સિતારો બની ગયો છે જેના ફેન ફોલોઈંગની સંખ્યા બે કરોડને પાર થઈ ગઈ છે. અક્ષયને ઇન્સ્ટાગ્રામ તરફથી એક ભેટ આપવામાં આવી હતી. અક્ષય કુમારે તસવીર ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરીને પોતાના ચાહકોનો દિલથી આભાર માન્યો હતો. હાલ અક્ષય કુમાર પોતાની આગામી કોમેડી ફિલ્મ હાઉસફુલ ૪ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી ક્રિતિ સેનોન સિલ્વર સ્ક્રીન શેયર કરવાની છે. પહેલાં અક્ષય કુમારે ફિલ્મ કેસરીનું શૂટિંગ પૂર્ણ કર્યું છે.

(4:43 pm IST)