Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

આતીફ અસલમના અવાજમાં રિલીઝ થયું ફિલ્મ 'બત્તી ગુલ મીટર ચાલુ'નું બીજું ગીત

મુંબઈ: બોલિવુડ અભિનેતા શાહિદ કપૂર અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુનું બીજું ગીત રિલીઝ થયું છે જેમાં અવાજ પાકિસ્તાની સિંગર આતિફ અસલમનો છે. ગીતના શબ્દો મનોજ મુન્તસીરે લખ્યા છે. ગીતના શબ્દો 'દિખતે દિખતે' છે. ગીતને આતિફે પોતાના ટ્વિટર એકાઉન્ટમાં શેયર કર્યું છે. અને લખ્યું છે મારા ફેન્સ માટે બકરી ઈદની ભેટ. ફિલ્મનું નિર્દેશન નારાયણ સિંહ દ્વારા કરવામાં આવ્યું છે. 21 સપ્ટેમ્બરના ફિલ્મ રિલીઝ થવાની છે.

 

(4:42 pm IST)